Abtak Media Google News

ICCએ ક્રિકેટના કેટલાક નિયમમાં ફેરફાર કર્યો છે જે 28 સપ્ટેમ્બરથી લાગુ થશે. હવે ફૂટબોલની જેમ ક્રિકેટમાં પણ રેડ કાર્ડ સિસ્ટમ લાગુ થશે. જ્યારે ટેસ્ટની જેમ ટી-20 ક્રિકેટમાં પણ DRS સિસ્ટમ લાગુ થઇ જશે. જ્યારે બેટની સાઇઝ પણ બદલાશે.

ક્યાં ક્યા નિયમ બદલાશે

– અમ્પાયર બતાવી શકશે રેડ કાર્ડ
– બોલર ક્રીઝ પહેલા કરી શકશે રન આઉટ
– બેટની સાઇઝ લિમિટથી મોટી નહીં હોઇ શકે
– બોલને હાથથી રોકવા પર આપવામાં આવતા ‘હેન્ડલ્ડ ધ બોલ’ હવે ‘ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ’માં ગણવામાં આવશે

અમ્પાયર બતાવી શકશે રેડ કાર્ડ

– હવે અન્ય રમતોની જેમ ક્રિકેટ અમ્પાયર પણ રેડ કાર્ડ બતાવી શકશે
– પ્લેયર્સના ખરાબ અને ઓબ્જેક્શનેબલ વ્યવહારમાં સુધાર માટે આ નિયમ લાવવામાં આવ્યો છે
– જેમાં અમ્પાયર ખેલાડીઓને ચાર લેવલના ગુનાના આધારે પોતાનો નિર્ણય કરશે
– ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત હશે જ્યારે પ્લેયરને મેદાન બહાર મોકલવામાં આવશે.

આ કંડિશનમાં અમ્પાયર બતાવી શકશે રેડ કાર્ડ

– પ્લેયર્સના વારંવાર અનુશાસનહીનતા કરવા પર
– અમ્પાયરને ધમકી કે તેની સાથે મારામારી કરવાની સ્થિતિમાં
– પ્લેયર્સ, ઓફિશિયલ્સ કે વિજિટર્સ સાથે હિંસા કરવા પર
– રમત દરમિયાન મેદાન પર કોઇ પણ પ્રકારનો હિંસક વ્યવહાર કરવા પર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.