Abtak Media Google News

બેન્કિંગ ક્ષેત્રમાં ‘નોકરી’ વાંચ્છુકો માટે તક

દેશનાં અર્થતંત્રને મદદરૂપ સાબિત થઈ શકે તેવી બેંકો માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એક વર્ષમાં ૧૫,૦૦૦ બેંકોની બ્રાંચો ખોલવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. નવી બ્રાંચો ખુલતાની સાથે જ રોજગારીની પણ વિશાળ તકો ઉદભવિત થશે ત્યારે બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરતા વાંચ્છુકો માટે આ એક ઉત્તમ તક સાબિત થાય તેવું લાગી રહ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકો જેવી કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા સહિતની બેંકો પોતાની બ્રાંચો ઉભી કરી રોજગારીની તકો પુરી પાડશે તે માટે ઈન્સ્ટીટયુટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેકશન એટલે કે આઈબીપીએસ દ્વારા બેન્કિંગ પરીક્ષા માટેની તારીખો જાહેર કરી છે જેમાં આરઆરબી, પીઓ, કલાર્ક અને એસઓની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

આઈબીપીએસ દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડરમાં એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, આરઆરબી ઓફિસરો અને ઓફિસ આસીસ્ટન્ટ સ્ટાફ માટેની પ્રાથમિક પરીક્ષાઓ ઓગસ્ટ માસમાં યોજાશે અને તે અંગેની મેઈન્સ સપ્ટેમ્બર માસમાં યોજાશે. આઈબીપીએસ પ્રોબેસનરી ઓફિસર તથા પીઓ અંગેની પરીક્ષા ઓકટોબર અને નવેમ્બર માસમાં યોજાશે. જયારે આઈબીપીએસ કલાર્ક માટેની પ્રવેશ પરીક્ષાઓ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં યોજાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આઈબીપીએસનાં સંપર્ક સુત્રો દ્વારા માહિતી મુજબ આઈબીપીએસ પરીક્ષા અંગેનું કેલેન્ડર તેની ઓફિશીયલ વેબસાઈટ ઉપર મુકવામાં આવી છે અને તે અંગેનાં નોટીફીકેશનો પણ મુકવામાં આવ્યા છે. નોકરી વાંચ્છુકો માટે તમામ પરીક્ષાર્થીઓએ આઈબીપીએસ માટે ઓનલાઈન પઘ્ધતિથી કરવાનું રહેશે જેમાં સિંગલ રજીસ્ટ્રેશન પ્રિલીમીનરી અને મેઈન્સ એકઝામ માટે એક સરખું રહેશે.

7537D2F3 7

ઓફિસ આસીસ્ટન્ટ માટેની પ્રિલીમરી પરીક્ષા ૧લી ઓગસ્ટ, ૨જી ઓગસ્ટ, ૮મી ઓગસ્ટ, ૯મી ઓગસ્ટ અને ૧૬મી ઓગસ્ટનાં રોજ યોજાશે. જયારે ઓફિસર અને ઓફિસ આસીસ્ટન્ટ માટેની મેઈન્સ પરીક્ષા ૧૩મી સપ્ટેમ્બર અને ૧૯મી સપ્ટેમ્બરનાં રોજ યોજાશે તેવી જ રીતે આઈબીપીએસ પીઓ માટેની પ્રિલીમરી પરીક્ષા ૩જી ઓકટોબર, ૪ ઓકટોબરનાં રોજ યોજાશે.

જયારે પીઓની મેઈન એકઝામ ૨૮ નવેમ્બરનાં રોજ યોજાશે તેવું કેલેન્ડરમાં જાહેર કરવામાં આવ્યું છે એવી જ રીતે આઈબીપીએસ કલાર્ક માટેની પ્રિલીમરી પરીક્ષા ૧૨મી ડિસેમ્બર, ૧૩મી ડિસેમ્બર અને ૧૯ ડિસેમ્બરનાં રોજ યોજાશે જયારે તે અંગેની મેઈન્સ પરીક્ષા ૨૪મી જાન્યુઆરી ૨૦૨૧નાં રોજ યોજાશે એવી જ રીતે આઈબીપીએસ એસઓ માટેની પ્રિલીમરી પરીક્ષા ૨૬મી ડિસેમ્બર અને ૨૭ ડિસેમ્બરનાં રોજ યોજાશે જયારે તે અંગેની મેઈન્સ પરીક્ષા ૩૦મી જાન્યુઆરી ૨૦૨૧નાં રોજ યોજાશે ત્યારે એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે નવી બેંકોની બ્રાંચો માટે  અંદાજીત ઘણી ખરી રોજગારીની તકો આઈબીપીએસ દ્વારા ઉભી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.