Abtak Media Google News

વકીલને જેલમાં કેદ તેના કલાઈન્ટને ન મળવા દેતા પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણ: પોલીસે ધમકીભર્યા સ્ટેટમેન્ટને લઈ એફઆઈઆર નોંધી

કેટલીક વખત લોકોએ આપેલા સ્ટેટમેન્ટ કે સુચનો દ્વારા તેઓ કાયદાકીય આંટીઘુંટીમાં ફસાઈ જતા હોય છે ત્યારે જો તમે કોઈને એવું કહેશો કે “હું તને જોઈ લઈશ તો એ ધમકી કહેવાશે નહીં. સાબરકાંઠાના વકીલ મોહમદ મોહસીન ચાલોટીયા સામે એફઆઈઆર નોંધાઈ હતી. ૨૦૧૭માં તેણે પોલીસને કહ્યું હતું કે, “હું તને જોઈ લઈશ અને હાઈકોર્ટના દરવાજા સુધી લઈ આવીશ. ત્યારે પોલીસે આ અંગે વકીલ સામે ફરિયાદ નોંધી હતી.

વકીલ મોહમદ મોહસીન સાબરકાંઠાના પ્રતિજ પોલીસ સ્ટેશન ખાતે પોતાના કલાઈન્ટને મળવા ગયા હતા. ત્યારે વકીલે લોકઅપમાં કેદ તેના કલાઈન્ટ સાથે વાત કરવાનું કહ્યું અને તેને એકલા મુકવાનું કહ્યું ત્યારે પોલીસ અને વકીલ વચ્ચે દલીલ થતાં વકીલે કહ્યું કે હું તને કોર્ટમાં જોઈ લઈશ.

આ અંગે સેકશન ૧૮૬, ૧૮૯ અને ૫૦૬ (૧) આઈપીસી કલમ અંતર્ગત પોલીસે ફરિયાદ નોંધાવી કે સરકારી અધિકારીને ડયુટી દરમિયાન ધમકાવવા તેમજ માનહાનીનો ગુનાહીત કદમ ઉઠાવવામાં આવ્યું છે.આ અંગે હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘હું તને જોઈ લઈશ’ એ પ્રકારના વાકયો ધમકીભર્યા ન કહી શકાય કારણ કે, તેનાથી કોઈ મારવા કે ધમકાવાના સંદેશાઓ મળતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.