Abtak Media Google News

મેરઠમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉદબોધન: ચોકીદારને કોઈ ડરાવી શકશે નહીં

લોકસભાની ચુંટણીના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુકયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચુંટણીની જાહેરાત બાદ પ્રથમ વખત રાજનૈતિક ઉદબોધન મેરઠમાં આપ્યું હતું જેમાં મોદીએ રાહુલ ગાંધી તેમજ વિપક્ષનો પલટવાર કર્યો હતો. પાંચ વર્ષની તેમની સરકાર દ્વારા જે કાંઈ પણ કામગીરી કરવામાં આવી તેની પણ રૂપરેખા અસરકારક રીતે રજુ કરી લોકોને પોતાના કાર્યો પ્રત્યે વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો હતો. કોઈપણ ચોકીદારને ડરાવી શકે નહીં એમ કહી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી ઉપર નિશાન ટાંકતા કહ્યું હતું કે, અમારી સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ અને કાર્યો કરવામાં આવ્યા છે તે જગજાહેર છે. એક તરફ ચોકીદાર છે તો બીજી તરફ મહામિલાવટી લોકો છે જે કોઈનો વિકાસ ઈચ્છતા નથી.

ભાજપની સરકાર દરમિયાન સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક ત્યારબાદ હવે અંતરીક્ષમાં પણ ભારતે સિદ્ધિ મેળવી છે જેનો હેતુ દેશવાસીઓના સંરક્ષણનો છે ત્યારે ૭૦ વર્ષથી પૂર્વ સરકારે ડીફેન્સની જે જરૂરીયાત હતી અને સૈનિકોને કેટલા સમયથી બુલેટપ્રુફ જેકેટની માંગ હતી તેને પૂર્ણ કરવામાં પણ પૂર્વ સરકારને રસ પડયો ન હતો. ભાજપની સરકારમાં હું મારા કરેલા તમામ કાર્યો, યોજનાઓને પારદર્શક બનાવીશ એટલે કે મારો હિસાબ આપીશ અને બીજા લોકોનો પણ હિસાબ લઈશ એમ કહી ભ્રષ્ટાચારીઓ સામે આંગળી ચીંધી હતી. એક તરફ નવા ભારતમાં સંસ્કાર અને સર્જનાત્મકતા છે ત્યારે બીજી તરફ કેટલાક લોકો વંશવાદ અને ભ્રષ્ટાચારથી દેશની સ્થિતિ ડામાડોળ તરફ પ્રયાસ કરી રહ્યા છે.

૧૩૦ કરોડ દેશવાસીઓના મનમાં જે લોકસભા ચુંટણી અને આવનારી સરકાર માટેની જે છબી છે તે સ્પષ્ટ છે.

આત્મવિશ્વાસ સાથે પોતાની મજબુતાઈનો પરચો આપવાની સાથે મોદીએ સપા-બસપાના ગઠબંધન અને માયાવતી ઉપર પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાને કહ્યું હતું કે, ૭૦ વર્ષથી જે સરકાર બેંકોમાં લોકોના ખાતા નથી ખોલાવી શકયા તે શું આ દેશનું સંચાલન કરી શકશે. આ ઉપરાંત નવજોતસિંહ સિધુ અને ઈમરાન ખાનના સંબંધો ઉપર નિશાન ટાંકતા કહ્યું હતું કે, વિરોધીઓમાં પાકિસ્તાનમાં જાણીતા બનવાની હોડ લાગી છે ત્યારે હવે લોકો જ નકકી કરશે કે દેશને પાકિસ્તાનનો હીરો જોઈએ છે કે પાકિસ્તાનનો ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.