આખરી દર્શન કરતા હું, અબ મેં વિસર્જન કરતાં હું

ડી.જે. ઢોલ-નગારા અને અબીલ ગુલાલ ઉડાડી  તંત્ર અને જનતાના સહીયારા પ્રયાસથી નિર્વિઘ્ને દુંદાળા દેવનું વિસર્જન

છેલ્લા ૧૦ દિવસથી  ચાલતો ગણેશ મહોત્સવ અનંત ચતુદર્શીના પાવન દિવસે સંપન્ન થયો છે. વિઘ્નહર્તા ની વિદાય વેળાએ સમગ્ર રાજકોટના નાના મોટા પંડાલોમાંથી ભવ્ય વિદાય આપવામાં આવી ભકતોએ દાદાને ‘અગલે બરસ તુ જલ્દી આના’ના નાદા સાથે વિદાય આપી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવ સમગ્ર રાજકોટમાં ખુબ જ ઉત્સાહથી ઉજવાયો, વિસર્જન સમયે રાજકોટ શહેર આખુ ગણપતિમય બની ગયું હતું.

ડીજેના તાલે તો કયાંક ઢોલ નગારા અને ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નાદ સાથે દાદાને વિદાય આપવામાં આવી. આ તકે વિસર્જન સ્થળોએ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ સામે આવ્યો ન હતો.

ધર્મરક્ષક પરિષદ આયોજીત પ્રિન્સ ઓફ કૈલાસનું અનોખું વિસર્જન

ધર્મ રક્ષક પરિષદ આયોજીત પ્રિન્સ ઓફ કૈલાસ ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે ભવ્ય રાસ મહોત્સવ યોજાયો. ગણપતિ દાદાના દર્શનાર્થે પધારતા મહાનુભાવો ધર્મ રક્ષક પરિષદ આયોજીત ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે ભવ્ય રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. બહેનો-ભાઇઓ અને બાળકો મન ભરીને રાસ મહોત્સવનો આનંદ માણેલ.

ગણેશદાદાના દર્શનાર્થે રાજકોટ અને વંદનાબેન પૂર્વ પ્રમુખ અને પ્રદેશ આગેવાન નીતીનભાઇ ભારદ્વાજ અને વંદનાબેન ભારદ્વાજ પરિવાર સહીત પધાર્યા હતા.  જયારે પોલીસના એસીપી ભરત રાઠોડ અને ભકિતનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.કે. ગઢવીએ હાજરી આપી હતી.

પરિષદના સભ્યોએ દાદાને વાજતે ગાજતે અને આતંકબાજી, અબીલ ગુલાલ અને ફુલોથી પુષ્પ વર્ષા દ્વારા દાદાને વિદાઇ આપેલ. અને વિદાય પણ યાદગાર રહી જાય તે માટે ગણપતિ દાદાને પોતાના વાહન ઉંદરની સાથે પીળા કલરની મોટર નાની મોટર કારમાં બેસાડી અને રાજમાર્ગ પર પ્રદક્ષિણા કરાવેલ જયારે દાદાની વિસર્જન યાત્રા શોભાયાત્રા બની ગઇ હોય તે રીતે રસ્તા પર ભકતજનો દર્શનાર્થે ઉમટી પડયા અને દાદાની ગાડી સાથે પોતાના મોબાઇલમાં ફોટા અને સેલ્ફી લેવા ઉમટી પડયા

મધુવન કલબ આયોજન રાજકોટ કા રાજા

મધુવન કલબ દ્વારા આયોજીત રાજકોટ કા રાજાના પવિત્ર પાંગટણમાં લાખો ભાવિકોએ લીધો મહાઆરતી, દર્શન તેમજ અન્ય કાર્યકમોનો અનેરો લહાવો જેમા છેલ્લા દિવસે ભાજપ આગેવાન સભ્ય અરવિંદભાઇ રૈયાણી, આઇ જી. સંદીપસિંહ, લાથુંથુંભાઇ ખીમાળીયા વિગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.

શનિવારે રાત્રે દાદાનીશયન આરતી કરવામાં આવેલી જેમાં પપ૦ કિલો થી પણ વધુ ફુલોનો ઉપયોગ કરવામાં આવેલો અને ભકિતમય માહોલ સાથે રાજકોટની જનતાએ રાજકોટ કા રાજા ની મહા શયન આરતીનો લહાવો લીધેલો તેમજ સવારે ૮.૩૦ કલાકે વાજતા ગાજતા ડીજે ના તાલે ઝુમતા ઝુમતા રાજકોટ કા રાજા ગણપતિ દાદાને ખોખદડદ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ સઁપૂર્ણ આયોજનને સફળ બનાવવા આયોજકો દ્વારા જુદી જુદી કમીટીઓ પણ બનાવવામાં આવી જેના અથાગ પ્રયત્નો કર્યા હતા. ઉપરાંત મુખ્ય આયોજકો મધુવન કલબ પ્રમુખ શ્રી આશિષભાઇ  વગડીયા રાજભા ઝાલા રાજુભાઇ કીકાણી, મહેશભાઇ જરીયા, સની જરીયા પણ ભારે જહેમત ઉઠાવી હતી.

સેલવાસમાં ગણેશ વિસર્જન

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં મોટા મંડળો દ્વારા ગણેશ વિજર્સન ખુબ જ ધુમધામથી કરવામાં આવ્યું જેમાં સેલવાસના પિપરીયાના રાજા ગણેશ મંડળ, કીલવાણી નાકાના સાર્વજનીક ગણેશ મંડળ, ટોકરખાડાના ગણેશ મંડળ, સહીત નરોલી અને અન્ય સ્થળોએ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું આ દરમિયાન સેલવાસના રસ્તાઓ પર ખુબ ગુલાલ ઉડાડવામાં આવ્યો ડી.જે. ધુન પર નાચતા હર્ષોલ્લાસથી લોકોએ ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી.

Loading...