Abtak Media Google News

ફેસબુકના સહસ્થાપક માર્ક ઝુકરબર્ગ પોતાના સર્જન બદલ લોકોની જાહેર માફી માગી હતી. ઝુકરબર્ગે કહ્યું હતું કે લોકોને એકમેક સાથે જોડવા માટે અમે ફેસબુક બનાવ્યું હતું પણ આજે તે લોકો વચ્ચે ભેદભાવ પેદા કરવાનું કામ કરે છે એ જોઈને મને દુ:ખ થાય છે. ઝુકરબર્ગે આ માટે માફી માગી હતી. ૩૩ વર્ષીય ઝુકરબર્ગે કોઈ ચોક્કસ ઘટનાને ટાંકી નહોતી પણ હાલમાં જ અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટએ દાવો કર્યો હતો કે એક દાયકા અગાઉ રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં અમેરિકી જનમતને દોરવા માટે ફેસબુકનો દુરુપયોગ કર્યો હતો. માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે મારા કારણે જે કોઈને પણ હાનિ પહોંચી છે તેઓ મને માફ કરે, હું વધુ સારો બનવાનો પ્રયત્ન કરીશ. ટૂંકી પોસ્ટમાં ઝુકરબર્ગે એમ પણ કહ્યું હતું કે મારું સર્જન (ફેસબુક) લોકોને પરસ્પર જોડવાને બદલે જે રીતે લોકો વચ્ચે ભાગલા પાડી રહ્યું છે એ બદલ મને માફ કરશો. હાલમાં જ ફેસબુકે જાહેરાત કરી હતી કે તે ૩ હજાર જાહેરખબરોની નકલ કોંગ્રેસને આપશે. આ જાહેરખબરો રશિયન કંપનીએ ૨૦૧૫થી ૨૦૧૭ દરમ્યાન ૧૦ હજાર ડોલરમાં આપી હતી. આ જાહેરખબરો રશિયામાંથી ઓપરેટ થતાં ૪૭૦ એકાઉન્ટ સાથે સંકળાયેલી હતી. જાહેરખબરમાં ટ્રમ્પની તરફેણમાં જનમત કેળવાય એ માટે ગે રાઇટ્સ, ગન ક્ધટ્રોલ, ઇમિગ્રેશન વિશેનાં લખાણો પ્રકાશિત કરાયાં હતાં. એ પછી ઝુકરબર્ગે લાઇવ વીડિયોમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં અસંતુલન પેદા કરવા માટે અમે ફેસબુકનો ઉપયોગ થવા દઈશું નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.