Abtak Media Google News

ફાસ્ટેસ્ટ ૧૦,૦૦૦નો રેકોર્ડબ્રેક કરનાર કોહલીને મુંબઈ પોલીસે શુભેચ્છા પાઠવી

વેસ્ટ ઈન્ડિયન બેટસમેન ક્રિસ ગેઈલ તેના કુલ અને એન્ટરટેઈનિંગ સ્વભાવને કારણે હંમેશાથી ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ભારત સાથેની લાગણી અને પ્રેમ દર્શાવતા ક્રિસ ગેઈલ બોલી ઉઠયા ‘આઈ લવ ઈન્ડિયા’ અને ત્યારબાદ ક્રિસે મુંબઈ પોલીસની બાઈકસવારી પણ કરી હતી. કવીક ફાયરનાં નામે ઓળખાતા ક્રિસ ફિલ્ડ ઉપર ૬ અલગ અલગ રીતે બેટીંગની સ્કીલ ધરાવે છે. ક્રિસ કયારેય તેના ફેન્સને મનોરંજન પુરુ પાડવાનું ચુકતો નથી. ઓડિઆઈ સિરિઝ દરમ્યાન તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર પોલીસની મોટર સાઈકલ સાથેની પીકચર પોસ્ટ કરી હતી.

આ તસવીરમાં ગેઈલ મુંબઈ પોલીસના ચહેરા ઉપરથી સ્માઈલ સાથે નજરે પડે છે તો ઈન્ડિયામાં પણ ક્રિસ અનેક રિયાલીટી શોમાં આવી ચુકયા છે.

ક્રિસે આ અંગે કહ્યું હતું કે, મને ઈન્ડિયા ખુબ જ ગમે છે. કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, આઈ લવ ઈન્ડિયા ‘ મુંબઈ મેરી જાન’ ક્રિસ ભારત તરફથી રમે કે વેસ્ટ ઈન્ડિઝ તેના ચાહકોને ઈમ્પ્રેલ કરવાનો મોકો છોડતો નથી.

તાજેતરમાં જ ફાસ્ટેસ્ટ ૧૦,૦૦૦નો સ્કોર કરનારા વિરાટ કોહલીને શુભેચ્છા આપવા મુંબઈ પોલીસ પહોંચી ગઈ હતી તો મુંબઈ પોલીસે તેના ઓફિશીયલ ટવીટર એકાઉન્ટ ઉપર વિરાટને શુભેચ્છા પાઠવી હતી.

આ ટવીટ ખુબ ઝડપથી વાઈરલ થતા તેને ૩૦૦ ટવીટ અને ૨ હજાર લાઈક મળી હતી. ઈન્ડિયા-વિન્ડીઝ વચ્ચેનો મેચ ટાઈ થતો ત્યારે હવે વિન્ડીઝની ત્રીજી ઓડિઆઈ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડિયમમાં યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.