ખબર નથી… કોના પુણ્યથી કોની ગાડી ચાલી છે….

‘હું’ નો ત્યાગ કરી સૌનો આદર કરવો…..

‘માનવ જાણે ‘હું’ ક‚, કરતલ દુજો કોઇ, આદર્યા અધવચ્ચે રહે, હરિ કરે શો હોય! ’

‘હું’ જેને ઇગ્લીશ માં ઈં કહેવામાં આવે છે. ‘હું’ માણસના દુ:ખનું કારણ છે તેવું મોટીવેશનલ કાર્યક્રમો ઉપરાંત હિન્દુ ધર્મના અનેક પુસ્તકોમાં જોવા મળે છે પરંતુ ‘હું’ જે ઇગ્લીશ નો ઈં ને જો આડો પાડી નાખવામાં આવે તો પરમ તત્વને પામવાનો બ્રીજ પણ બની શકે…. તેવું તજજ્ઞોનું તારણ છે અને આમ પણ જે વ્યકિત એ ‘હું’ પણાને ત્યાગ્યો છે. તેમાંના ઘણા પરમ તત્વને પામ્યા છે. જેનો પુરાવો આપણા પુરાણોમાં પણ જોવા મળે છે.

પરંતુ આજે ‘હું’ પણ થી પણ આગળ એક વાત કરવા જઇ રહ્યા છીએ જે સામાજીક જીવનમાં પ્રેરણાત્મક બની રહેશે. સામાન્ય રીતે આ ર્મે કર્યુ, આ હું ક‚ છું, મારાથી બધુ ચાલે છે, વગેરે વગેરે…. શબ્દો માનવ જીવનમાં સહજતાથી વણાયેલા શબ્દો છે. પરંતુ હિન્દુ ધર્મના વેદ, પુરાણ કે અન્ય ધાર્મિક ગ્રંથોમાં આવા શબ્દોની અવગણના કરવામાં આવી હોય તેવું લાગ્યા કરે… અને તે સ્વાભાવિક પણ છે.

ફરી આપણે ‘હું’ ને યાદ કરીએ તો આપણી પાસે જે કંઇ છે તે કોના નસીબ (પુણ્ય) નું છે તે આપણે પણ જાણતા નથી. આપણા ઘરમાં કોઇ પુણ્ય શાળી જીવ, ભકત કે દેવી આત્મા હોય ત્યાં સુધી આપણું કોઇ નુકશાન કરી શકતું નથી પરંતુ એ વ્યકિતના જવાથી પરિવારની દશા અને દિશા બદલાય જાય ત્યારે સમજવું કે આજ સુધી આપણે જે તાગડધીના કરતા હતા તે જનારનું પુણ્ય હતું કે જેના હિસાબે બધા ખુબ જ સુખી હતા.