Abtak Media Google News

શું તમે ડિવોર્સ હોટેલ વિશે સાંભળ્યું છે ?, જ્યા લોકો ડિવોર્સ લેવા માટે જાય છે, આ એક નવુ વેન્ચર છે, જે  એવા મેરીડ કપલ માટે છે, જેમની ઇચ્છા લગ્ન જીવનને તોડવાની છે, આવા લોકો અહીં આવે છે અને ડિવોર્સ બાદ ચેક આઉટ કરી જતા રહે છે, જો કે અહિં ડિવોર્સ માટે એક વિકેન્ડ જેટલો સમય જાય છે, અહિંનો સુંદર માહોલ કપલ્સને બ્રેકઅપ પાર્ટી માટે માફૂક આવે છે અહિં તમે એવો સમય તમારા પાર્ટનર સાથે વિતાવી શકશો જે ડિવોર્સ બાદ ફરી માળી શકાશે નહિં.

ખાસ સુવિધા માટે અહિં મધ્યસ્થી વ્યક્તિ અને વકીલ રાખવામાં આવ્યા છે, જે કપલ્સને છૂટા પાડવામાં મદદ કરે છે, હોટેલની વેબસાઇડ મુજબ ‘અમે તમારા ડિવોર્સને માત્ર લગ્ન જીવન પુરું થયુ હોવાનું જ માનતા નથી, પરંતુ તેને તમારા જીવનની નવી શરુઆત માનીએ છીએ’ આ હોટેલ હાલ નેધરલેન્ડમાં છે અને ત્યાર બાદ તેને ન્યુ યોર્કમાં પણ શરુ કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં ડિવોર્સ હોટેલ લોસ એન્જલસમાં પણ શરુ કરવાની યોજના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.