Abtak Media Google News

હેમુ ગઢવી હોલ ખાતે વડાપ્રધાનના કેમ્પેઈનની વીડિયો કોન્ફરન્સ નિહાળતા શહેર ભાજપના આગેવાનો

ચૂંટણીને આડે માત્ર ગણતરીના જ દિવસો વધ્યા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા વિવિધ પ્રચારો અને કેમ્પેઈન એજેન્ડા શ‚ કરવામાં આવી ચૂકયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશટેગ ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈન શ‚ કરવામા આવ્યું છે. જેના ભાગ‚પે નરેન્દ્ર મોદીએ દેશભરનાં લોકો સાથે સંપર્ક સાધવા વિડિયો કોન્ફરન્સનો સહારો લીધો હતો. દેશભરમાં અનેક સ્થળોનાં કોન્ફરન્સ હોલ, જાહેર રોડ પરના એલઈડી સ્ક્રીન અને વિવિધ સંસ્થાઓ ઉપર લોકોએ મોદીને નિહાળ્યા હતા.

ત્યારે શહેર ભાજપ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે પણ ‘મે ભી ચોકીદાર’ કાર્યક્રમને બિગ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યો હતો. જેમાં ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, લોકસભા સીટના પ્રભારી નરહરીભાઈ અમીન, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મેયર બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પૂર્વપ્રમુખ ભીખાભાઈ વસોયા, પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ, રાજુભાઈ બોરીચા સહિતના સાથે ભાજપ અગ્રણીઓ સાથે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે દેશની જનતાને લાઈવ વીડીયો કોન્ફરન્સ થકી સંબોધન કરતા નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતુ કે ‘મેં ભી ચોકીદાર’ અભિયાનના માધ્યમથી દેશના લોકોમાં એકતા અને અખંડિતતા અકબંધ રહે, રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ બને, દેશનો પ્રત્યેક વ્યકિત ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજીક અનિષ્ટો સામે લડે તે જ‚રી છે. વિરોધ પક્ષ દ્વારા ‘ચોકીદાર ચોર હૈ’નું અભિયાન ચલાવવામાં આવ્યું છે. તે દેશમાં સુરક્ષા અને સલામતીસાથે જોડાયેલા તમામ ચોકીદારોનાં અપમાન સમાન છે. તેમનો એકમાત્ર આશય ધૃણા અને તિરસ્કાર ફેલાવવાનો છે. અને તેઓ પોતાના મલીન ઈરાદાઓને સાકાર કરવા માટે દેશનાચોકીદાર સમાજ વિરૂધ્ધ અપપ્રચારનું એક અભિયાન ચલાવ્યું છે, જે ખરેખર કમનશીબી છે.34F1760C 5Ba8 4D08 8707 F16Efd93675Fઅબતક સાથે વાતચીત કરતા કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું કે આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મેભી ચોકીદારનો મતલબ ખરા અર્થમાં સમજાવ્યો છે હવે લોકા તેમને ફરી એકવાર વડાપ્રધાન તરીકે જોવા ઉત્સુક થઈ રહ્યા છે. મેભી ચોકીદારનો ખરો મતલબ એ છે કે તમામ નાગરિકોએ ભલે તે પછી એક સામાન્ય માણસ હોય કે પછી કોઈ ધનાઢય વ્યકિત હોય, પોતે પોતાની વસ્તુની રક્ષા કરવા માટે ચોકીદાર બનવું જ પડે તેવો આગળ જણાવ્યું કે મોદીજી કહેવું છે કે મારા એકલા ચોકીદાર બનવાથી કંઈ નહી થાય, આપણે બધાએ પોતાની ફરજ સમજીને પોત પોતાના ક્ષેત્રની ચોકીદારી કરવી પડશે.

1084A59C 64B5 4B49 B460 E6E350A78E4A

બિનાબેન આચાર્ય અબતક સાથે વાતચીત કરતા બીનાબેનએ જણાવ્યું કે મે હું ચોકીદાર અભિયાનમાં ભારતનાં તમામ લોકો માટે વડાપ્રધાન સાહેબ એ સારી એવી રોજગારીની તકો આપી છે. જેથી માત્ર સૌરાષ્ટ્ર નહી પણ ભારતની તમામ જનતા તેમની સાથે હતા છે અને હર હંમેશ રહેશે.

આ તકે ધનસુખ ભંડેરી તથા નરહરીભાઈ અમીને જણાવ્યું હતુ કે સતાને સેવાનું માધ્યમ બનાવનારા નરેન્દ્રભાઈ મોદી માટે દેશની જનતાની સેવા અને એમના વિકાસમાં રત રહેવાનો જીવનમંત્ર છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષોમાં તેમના નેતૃત્વમાં દેશે દબદબાપૂર્વક વિકાસનો વૈભવ કર્યો છે તેને દેશ અને દુનિયાની અટારીએથી જોઈ લોકો બિરદાવી રહ્યા છે. ત્યારે સવાસો કરોડ દેશવાસીઓનાં આર્શિવાદ ભારતીય જનતાપાર્ટીની સાથે છે ત્યારે આગામી ચૂંટણી જંગ ભાજપના રાષ્ટ્રવાદ અને કોંગ્રેસના પરિવારવાદની વિચારધારાનો છે.

ત્યારે ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીની મજબુત સરકાર બની ત્યારથી જ ભ્રષ્ટાચારના મહાયુગનો અસ્ત થયો હતો. ત્યારે ૨૦૧૯ની ચૂંટણી દેશની આકાંક્ષાઓ પૂર્ણ કરનારી બની રહેશે, ત્યારે દરેક એ વ્યકિત ચોકીદાર છે. કે જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજીક દુર્ગુણો સામે લડી રહ્યો છે. જે કોઈ પણ વ્યકિત ભારતની પ્રગતિ માટે સખત પરિશ્રમ કરી રહ્યો છે, તે પણ એક ચોકીદાર છે. ત્યારે હેમુ ગઢવી હોલ તથા વાટલીયા પ્રજાપતી જ્ઞાતીની વાડીમાં ‘મેં ભી ચોકીદાર’ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો જાહેર આભાર વ્યકત કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.