વકત દિખતા નહીં મગર બહુત કૂછ દિખા જાતા હે: વિકાસ અરોરા

I do not know how much the crocodile is going to be
I do not know how much the crocodile is going to be

સનશાઈન ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુટ દ્વારા મોટીવેશનલ કાર્યક્રમનાં આખરી દિવસે આજે રાજકોટની ૧૩ સ્કૂલોનાં ધોરણ અગ્યાર અને બારના વિદ્યાર્થીઓ માટે ‘અભી નહીં તો કભી નહીં’ શિર્ષક અંતર્ગત આયોજિત કાર્યક્રમનું સમાપન થયું હતું. વિદ્યાર્થીઓને આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટે મોટીવેટેડ કરવાના ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં સ્પીચ આપતા વિકાસ અરોરાએ જણાવ્યું હતું કે સમયની કિંમત સમજતા શિખો, નહીંતર સમય તમને ઘણું બધુ એવું શિખવાડશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. સમયનું સુઆયોજન કરીને વ્યસ્ત જીંદગીમાં કઈ રીતે વિદ્યાર્થી પોતાની મનગમતી કારકિર્દીની કેડી કંડારી શકે છે તેનાં ગુ‚ વિકાસ અરોરાએ શિખવ્યા હતા.

આ ઉર્જાવાન કાર્યક્રમમાં રાજકોટની નામાંકીત સ્કૂલો જેવી કે ઉન્નતિ સ્કૂલ, મહાત્મા ગાંધી, પતંજલી, સિસ્ટર નિવેદિતા, પલ્લવ, તપસ્વિ, સન ફલાવર, એ.વી.જસાણી, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, સર્વોદય, કોટક, વિરાણી અને માતૃ મંદિર સ્કૂલનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક લાભ મેળવ્યો હતો.

“તમારા ગોલ ઉપર લોકો જયારે હસે ત્યારે સમજવું કે તમારો ગોલ સર્વોચ્ચ છે. તમે જયારે તે પ્રાપ્ત કરશો ત્યારે એક હસવા વાળા લોકો તમને સન્માન આપીને તાળીઓ વગાડશે આમ કહેતા ડો.વિકાસ અરોરાએ વિદ્યાર્થીઓને જીવનમાં હંમેશા ઊંચુ નિશાન તાકવાની સલાહ આપી હતી.

“ઉંચુ નિશાન ચૂંક માફ, નહીં માફ નીચુ નિશાનનો ફાયદો સમજાવતા ડો.વિકાસ અરોરાએ ઉમેર્યું હતું કે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે નિષ્ફળતાને હસતા મુખે ગળે લગાવતા શીખો. ડો.વિકાસ અરોરાની ઉર્જાવાન સ્પીચ ઉપર ઉપસ્થિત વિદ્યાર્થી સમૂહ આફરીન પોકારી ઉઠયો હતો.

મહાત્મા ગાંધી વિદ્યાલય, જસાણી સ્કૂલ તેમજ સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ સાથેની ‘અબતક’ મીડિયાની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા તેમના જીવનમાં ઘણો બદલાવ આવે છે, વિચારસરણી સકારાત્મક બનશે અને લક્ષ્ય સુધી પહોંચવાનું પ્રેરણાબળ મળે છે. આજના માહિતીના યુગમાં મોબાઈલમાં રચ્યા-પચ્યા રહેતા વિદ્યાર્થીઓને બુધ્ધીગમ્ય રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ગુ‚ચાવી આપતા ડો.વિવેક અરોરાએ જીવનમાં શિસ્ત કઈ રીતે લાવી શકાય, શિસ્તનું મહત્વ શું છે, અને તેનું કેવું સકારાત્મક પરિણામ આવે તે ઉદાહરણ સહિત એલ.સી.ડી.પ્રોજેકટ દ્વારા સમજાવ્યું હતું.

Loading...