Abtak Media Google News

“માં તે માં બીજ વગડાના વા”, માં તુ જગજનની તેવા અનેક મુહાવરા રજુ કરે છે કે માં બાળકને જન્મ આપે છે, જે ન‚ સત્ય છે પરંતુ ભવિષ્યમાં પુરુષો પણ ગર્ભવતી બનવાનો અનુભવ પ્રાપ્ત કરી શકશે. એક ટોપ ફર્ટિલિટી એક્સપર્ટે આ વાત કહી છે, જે રીતે ગર્ભાશય, ટ્રાન્સપ્લાન્ટ કરવાની ટેકનોલોજી મજબૂત થઇ છે. તેનાથી ભવિષ્યમાં પુરુષો પણ ગર્ભવતી બનશે તેવી શક્યતાઓ પેદા થઇ શકે છે.

મહિલાઓમાં ગર્ભાશયના ટેકનીકલ ટ્રાન્સપ્લાન્ટ ટેકનીકલ સફળતા બાદ પુરુષ તરીકે થયેલા લોકોમાં પણ આ ટેકનીકલ ઉપયોગ કરી શકાશે. ટ્રાન્સવુમન એટલે કે, પુરુષમાંથી મહિલા બનનારા લોકોની પણ ગર્ભવતી બનવાની શક્યતાઓ વધી છે, કારણ કે હવે તેમના શરીરમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે, કહ્યું હતું કે ભવિષ્યમાં પુરુષો પણ બાળકો પેદા કરી શકશે તાજેતરમાં  એવા સમાચાર સાંભળવા મળ્યા હતા જેમાં પુરુષમાંથી મહિલા બનેલાના બાળકો છે અને મહિલામાંથી પુરુષ બનેલી મહિલાઓના ગર્ભાશય લિંગ પરિવર્તન બાદ પણ કામ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.