Abtak Media Google News

અત્યાર સુધી તમે ગે મેર્રેજ કે સેમ જેન્ડર મેર્રેજ અંગે ઘણું સાંભળ્યું હતું. પરંતુ એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક યુવાને યુવતી સાથે નહિ પરંતુ રોબોટ સાથે લગ્ન કર્યા છે! ચીનમાં રહેવાવાળો આ યુવાન એન્જીનીયર છે અને તેને રોબોટથી પ્રેમ થઇ ગયો હતો. અને ત્યારબાદ તેણે રોબોટ સાથે લગ્ન કરવાની તૈયારી કરી લીધી હતી. આ રોબોટ તેણે પોતે બનાવેલી છે. અગાઉ તેના માતા પિતા તરફથી અવાર નવાર લગ્ન માટે દબાણ કરવમાં આવતા તેણે આ પગલું ભર્યું હતું. તેને કોઈ સ્ત્રીએ પસંદ ના કર્યો હોય તેનો સ્ત્રીઓ પ્રત્યેનો મોહ ભંગ થઇ ગયો હતો. જેથી તેણે યીન્યીન રોબોટ નું નિર્માણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.