Abtak Media Google News

લોકોમાં આઈ ફોનનું કેટલું ઘેલું છે તેનું ઉદાહરણ રશિયામાં જોવા મળ્યું. એક યુવાન આઈફોન લેવા બાથટબ ભરી સિક્કા લાવ્યો હતો. મંગળવારે કેટલાંક યુવાનો રુસી રૂબલથી લદોલદ એક બાથ ટબ લઈને સેન્ટ્રલ મોસ્કોના યેવરોપીસ્કી મોલમાં આવ્યાં હતા.

આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બાથટબમાં 1 લાખ રુસી રૂબલ એટલે કે લગભ 1.07 લાખ રૂપિયાના સિક્કા હતા. આ સિક્કા એપલ સ્ટોરમાં આપી યુવકે iPhone XSનો 256 જીબી સ્ટોરેજ વાળો ફોન ખરીદ્યો હતો.

iPhone Arendaના રિપોર્ટ મુજબ આ યુવક પોતાની સાથે બાથટબમાં 1.07 લાખ રૂપિયાના સિક્કા ભરીને લાવ્યો હતો. આ બાથટબનું વજન 770 પાઉન્ડ 350 કિલોગ્રામ જેટલું હતું.આ બાથટબ ઉઠાવવા માટે યુવકે પોતાના મિત્રોની મદદ લીધી હતી.વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે પહેલા તે કોથળીમાંથી સિક્કાઓ બાથટબમાં ભરે છે. ત્યારબાદ તેના મિત્રોની મદદથી કારની પાછળ ડેકીમાં બાથટબ મુકીને કાર મોલમાં લઇ જાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.