Abtak Media Google News

ડિલિવરી પછી વજન વધવું એ સામાન્ય બાબત છે. વધેલા વજનને ઉતારવા માટે માતા જમવાનું પણ ઓછું કરી દે છે, જે બાળક અને માતા બંને માટે નુકશાન કર્તા છે.અને એટલે જ ડિલિવરી બાદ કેટલાક સરળ ઉપાયોથી વજન ઘટાડી શકાય છે.

યોગ્ય આહાર…

1 79ડિલિવરી બાદ વજન ઘટાડવા અને યોગ્ય આહાર માટે તાજા ફાળો, લીલા શાકભાજી, ઈંડા, પાસ્તા, બ્રેડ અને સુકામેવાનો ઉપયોક કરવો જોઈએ.

થોડા થોડા સમયાંતરે આહાર લેવો…

2 55અનેક સ્ત્રીઓ ડિલિવરી બાદ તુરંત જ વજન ઉતારવા આહારમાં ઘટાડો કરે છે, પરંતુ એવું કરવાના બદલે થોડા થોડા સમયના અંતરે આહાર લેવો એ યોગ્ય બાબત છે.

વ્યાયામ કરવો….

3 47સારો આહાર લેવાની સાથે રોજ વ્યાયામ કરવો એટલો જ જરૂરી છે. જેનાથી સારી ઊંઘ આવાની સાથે શરીર સુદ્રઢ બને છે. ડિલિવરી બાદ ભારે વ્યાયામ કરવાની બદલે હળવી કસરતો કરવી લાભદાયી રહે છે.

વધુ પ્રમાણમાં પાણી પીવું…

5 23

 

દિવસમાં ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. વધુ પાણી પીવાથી શરીરમાંથી ડિલિવરી બાદ રહેલા નુકશાનકારક તત્વોનો નિકાલ થાય છે.

બાળકને સ્તનપાન કરવો…

6 18

ગર્ભાવસ્થાથી વધેલા વજનને ઘટાડવા બાળકને સ્તનપાન કરાવવું જરૂરી છે. બાળકને સ્તનપાન કરાવવાથી થોડા સમયમાં જ વજન ઘટવા લાગે છે.

પૂરતી ઊંઘ કરો….

7 17

બાળકની માવજત કરવા પાછળ માતા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બની જાય છે, અને પૂરતી ઊંઘ પણ નથી કરી શક્તિ જેના કારણે પણ વજન વધવા લાગે છે. એટલે તંદુરસ્ત રહેવા માટે ડિલિવરી બાદ માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી બને છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.