Abtak Media Google News

હ્યુન્ડાઈ તેની ગાડીઓની એવરેજ વધારવા માટે એક નવી ટેકનિક લઇને આવી છે. કંપનીએ એવી ટેકનિક વિકસાવી છે, જે એક જ સેકન્ડમાં 500 વાર ગિયરશિફ્ટનું મોનિટરિંગ કરશે. એક્ટિવ શિફ્ટ કન્ટ્રોલ (ASC)નામની આ ટેકનિકની મદદથી કંપની હાઇબ્રિડ કાર્સની ફ્યુઅલ ઈકોનોમી વધારવાનો પ્રયત્ન કરશે.

હાઈબ્રિડ કન્ટ્રોલ યૂનિટ (HCU) 500 ગણા પ્રતિ સેકન્ડ અનુસાર ઈલેક્ટ્રિક મોટરમાં રહેલાં એક સેન્સરની મદદથી ટ્રાન્સમિશનની રોટેશનલ સ્પીડનું મોનિટરિંગ કરે છે અને શિફ્ટ ટાઇમને 500msથી 350ms પર લઈ આવે છે, જેથી રોટેશન સ્પીડને એન્જિન સાથે સિંક્રોનાઇઝ કરી શકે. આનાથી ફ્યુઅલની બચત તો થશે જ પણ સાથે ડ્રાઇવિંગનો વધુ સારો અનુભવ પણ મળશે.

ASC ટ્રાન્સમિશન એફિશિયન્સીને 30% સારું કરશે. ASCનો કમાન્ડ હાઈબ્રિડ કન્ટ્રોલ યૂનિટ છે. જેનો અર્થ એ છે કે આ ટેક્નોલોજીનો માત્ર હ્યુન્ડાઈ અને કિઆની આવનારી હાઇબ્રિડ કારમાં જ ઉપયોગ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.