Abtak Media Google News

સ્વચ્છતા માટે અભિયાન શરૂ: રાજકોટને સ્વચ્છતામાં નંબર વન બનાવવા શહેરીજનોને ૧૯૬૯ પર ફીડ બેક આપવા અપીલ

સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯નો આરંભ થઈ ચુકયો છે ત્યારે રાજકોટને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવા માટે મહાપાલિકા દ્વારા આજથી ૩૦મી જાન્યુઆરી સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે જેમાં અલગ-અલગ પ્રવૃતિઓ હાથ ધરાશે. સ્વચ્છતા અંગે શહેરીજનોને ૧૯૬૯ પોતાનો ફીડ બેક આપવા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા અપીલ કરવામાં આવી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજથી ૩૦મી જાન્યુઆરી સુધી ચાલનારા સ્વચ્છતા પખવાડિયામાં હેન્ડવોશીંગ ડે, સ્વચ્છતા ફિડબેક મીટીંગ, સ્વચ્છતા બાળ નાટક, શાળા અને વર્ગ સ્વચ્છતા પ્રવૃતિ, ઓડીએફ પ્લસ પ્લસ અંગે સમજ અને જાગૃતિ, સુકા અને ભીના કચરાનું વર્ગીકરણ, વ્યકિતગત સ્વચ્છતા પ્રવૃતિ, જાહેર સ્વચ્છતાની શિસ્ત અને જાગૃતિ પ્રવૃતિ, સ્વચ્છતા અંગે મંત્રી નિમવા અને તેમની પ્રોત્સાહન મિટીંગ, નો પ્લાસ્ટીક સમજ અને ઝુંબેશ, પ્રજાસતાક પર્વમાં સ્વચ્છતા પર નાટક, સ્પીચ અને જાગૃતિ, કચરામાંથી ખાતર બનાવવાની પ્રવૃતિ અંગે માર્ગદર્શન, જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્ય નિબંધ, વકતૃત્વ સ્પર્ધા, સ્વચ્છતા સ્લોગન અને જાહેર સ્થળોએ સ્લોગન લગાવવા તથા પ્લાસ્ટીકને કરવું, પ્લાસ્ટીક વેસ્ટમાંથી સુસોગન કરવું અને બોટલ ગાર્ડનનું નિર્માણ કરવા જેવી પ્રવૃતિ હાથ ધરવામાં આવશે. રાજકોટનું દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવા માટે પોતાના અભિપ્રાય શહેરીજનો ૧૯૬૯ પર આપી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.