Abtak Media Google News

છેલ્લી ઓવરમા ૧૧ રનની  જરૂર હતી ત્યારે છેલ્લા બોલે અગિયારમાં નંબરના ખેલાડીએ ચોગ્ગો ફટકારીને મુંબઈ ઇન્ડિયન્સને હાર આપી

આઇપીએલની ગઇકાલે રમાયેલ ૭મી મેચ ફરી એકવાર મેચનો રોમાન્સ ચરમસિમ્હાએ પહોંચ્યો હતો અને છેક છેલ્લા બોલે મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને હૈદ્રાબાદની ટીમે સતત બીજા મેચમાં વિજય હાંસલ કર્યો હતો  મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇજર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી આ રોમાંચક મેચમાં નિર્ણય અંતિમ બોલ પર આવ્યો જેમાં સનરાઇજર્સ હૈદરાબાદે બાજી મારી લીધી હતી. મેચના અંતિમ બોલ સુધી મેચ એટલી બધી રોમાંચક હતી કે કોણ ટીમ જીતશે તે કહેવું મુશ્કેલ હતું.પરંતુ ૧૧ નંબરના ખેલાડીએ ચોક્કો ફટકારીને હૈદરાબાદ ની ટીમ વિજેતા બની હતી

આ મેચમાં મુંબઇની ટીમે હૈદરાબાદને જીતવા માટે ૧૪૮ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સારી શરૂઆત બાદ હૈદરાબાદની ટીમની ઝડપી ૯ વિકેટ પડતાં એક સમયે મેચ પરથી પક્કડ ગુમાવી દીધી હોય તેવુ લાગી રહ્યું હતું. નવમી વિકેટ પડી ગયા બાદ પણ હૈદરાબાદને  છેલ્લી ઓવેરમાં વિજય માટે ૧૧ રનની જરૂરિયાત હતી.

અહી દીપક હુડાના ૩૨ રનની મદદથી રોમાંચક મેચમાં હૈદરાબાદે જીત મેળવી હતી.

દિપક હુડાએ બિલી સ્ટેનલેક સાથે રમીને હૈદરાબાદને જીત અપાવી હતી. આ અગાઉ ૧૪૮ રનના લક્ષ્યનો પીછો કરી રહેલી હૈદરાબાદની ટીમની શરૂઆત સારી રહી હતી. બંને ઓપનર સાહા અને ધવને ટીમને સારી શરૂઆત આપી હતી.

બંનેએ પ્રથમ વિકેટ માટે ૬૨ રન બનાવ્યા હતા. જો કે ત્યારબાદ ટીમના કોઇ બેટ્સમેને સારુ પ્રદર્શન કર્યું નહોતું. મેચ જીતવા અંતિમ ઓવરમાં ૧૧ રનની જરૂરિયાત હતી ત્યારે હુડ્ડાએ સિકસર ફટકારી જીત આસાન કરી દીધી હતી. જ્યારે અંતિમ બોલમાં સ્ટેનલેકે જીત માટે બાકી રહેલ ૧ રન દોડી હૈદરાબાદને જીત અપાવી હતી.

આ અગાઉ હૈદરાબાદે ટોસ જીતીને મુંબઇને બેટિંગ માટે જણાવ્યું હતું. મુંબઇએ ૨૦ ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર ૧૪૭ રન બનાવ્યા હતા.મુંબઈએ શરૂઆતમાં રન  રેઈટ સારો હાંસલ કર્યો હતો પરંતુ ત્યારબાદ તેમની વિકેટનો પાડવા લાગી હતી અને ૨૦ ઓવરના નાતે ૧૪૭ રન માંડ કરી શકી હતી

આમેચની હાર બાદ મુંબઈની તેમ પોતાના બંને મેચ હારી ચુકી છે અને ચેન્નાઇ અને હૈદ્રાબાદની ટીમ પોતાના બંને મેચ જીતી ચુકી છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.