હાશ…જવેલર્સને શાંતિ, આટલી મર્યાદા સુધીની ખરીદીને KYCમાંથી છુટકારો !!

કેવાયસી અંગે સરકારની સ્પષ્ટતા: ૧૦ લાખ સુધીની ખરીદી ફક્ત જરૂરી આધાર પુરાવા સાથે રાખીને કરી શકાશે

નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે સોના, ચાંદી અને કૃત્રિમ રત્ન અને પત્થરોની રોકડ ખરીદી માટે ગ્રાહક સંબંધિત કોઈ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા નથી. ફક્ત ઊંચી કિંમતની ખરીદી માટે પાન કાર્ડ, આધાર કાર્ડ અથવા બીજા દસ્તાવેજોની આવશ્યકતા છે તેવી જોગવાઈ કરીને અમલીકરણ કરવામાં આવ્યું છે. એટલે કે, જે ગ્રાહકો ઊંચી કિંમતના દાગીનાની ખરીદી કરી રહ્યા હોય ફક્ત તેમણે જ ઉપરોક્ત કાગળો સાથે રાખવા જરૂરી છે.

સરકારના મહેસુલ વિભાગે ૨૮ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ રજૂ થયેલા અધ્યયની સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, બે લાખની કિંમતથી વધુના આશ્રય, સોના, ચાંદી કે અન્ય કીમતી ધાતુઓની રોકડ ખરીદી પર કેવાયસીની આવશ્યકતાને ઘણા લાંબા સમય પહેલા દેશમાં અમલી બનાવી દેવામાં આવી હતી. પરંતુ આ નોટિફિકેશન જાહેર થતા લોકોએ તેનું ખોટું અર્થઘટન કર્યું છે. આ નિયમ ખૂબ જૂનો છે. અમે કોઈ જાતનો સુધારો કર્યો નથી. લોકો અને ખાસ જવેલર્સ કોઈ ચિંતા કરે નહીં.

મની લોંડિં્રગ એકટ ૨૦૦૨ અંતર્ગત ૨૮ ડિસેમ્બરના રોજ કરાયેલી પ્રસિધ્ધિમાં જણાવાયું હતું કે, ૧૦ લાખની કિંમતથી વધુની સોના, ચાંદી, આશ્રય અને કીમતી ધાતુઓ ખરીદી કે વેચાણ માટે કેવાયસી આવશ્યક છે. તેનાથી નીચેની ખરીદી માટે કોઈ પણ જાતના કેવાયસીની જરૂરિયાત રહેતી નથી. તેનાથી નીચેની ખરીદી ફક્ત જરૂરી આધાર પુરાવા સાથે રાખીને કરી જ શકાય છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એફએટીએફ (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવી છે. એફએટીએફની વૈશ્વિક સ્તરે ગઠન કરવામાં આવી છે.  મની લોંડિં્રગ અને આતંકવાદવાદીઓ દ્વારા ફાઇનાન્સના વિકલ્પ તરીકે સોના-ચાંદીની ખરીદીનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોઈ પણ મોટી ખરીદી થતા તરત જ સરકારને તેની માહિતી મળી શકે અને ખરીદદારની સાચી ઓળખ મેળવીને યોગ્ય કારણોની ખરાઈ પણ કરી શકાય.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતમાં અગાઉ બે લાખ રૂપિયા કરતાં વધારેની રોકડ ખરીદી કરવા જરૂરી દસ્તાવેજો અનિવાર્ય છે. હાલ ફક્ત તેનો નોટિફિકેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Loading...