કલેઇમ સેટલમેન્ટને લઈ શાપર ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ ઝોનની ભૂખ હડતાળ

62

ગોલ્ડ કોઈન  નામની ઈન્ડસ્ટ્રીમાં ૧૧ મહિના  પહેલા આગ લાગી હતી કલેઇમના.

૭ કરોડના ચુકવણા હજી સુધી ન કરાતા આવેદન આપી ગાંધી ચીંધ્યા  માર્ગે આંદોલન.

શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ ઝોનના ગોલ્ડ કોઈન ઈન્ડસ્ટ્રીમાં ૧૧ મહિના પહેલા આગ લાગી હતી જેનો વિમો તેઓએ ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીમાંથી લીધો હતો. અને વિમા કંપની દ્વારા ૩ મહિનામાં વીમાની પ્રોસેસ પૂર્ણ કરી લીધી હતી અને કંપની દ્વારા તમામ ડોકયુમેન્ટસ રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે ઈન્સ્યોરન્સ કંપની દ્વારા પણ તેની ઉંડાણથી તપાસ કરવામાં આવી હતી. જેમાં ૯ કરોડ રૂપીયાનો કલેમ મૂકવામાં આવ્યો હતો. અને વીમા કંપની દ્વારા ૭ કરોડ રૂપીયાનો ઈન્સ્યોરન્સ મંજૂર કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે છેલ્લા ૭ મહિનાથી કોઈપણ જવાબ ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવ્યો નથી અને એક પણ રૂપીયાની રકમ પણ આપવામા આવી નથી ત્યારે ના છૂટકે ગોલ્ડ કોઈન ઈન્ડસ્ટ્રી તથા તમામ શાપર વેરાવળની ઈન્ડસ્ટ્રી દ્વારા ભૂખ હડતાલ કરીને ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપની સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ અંગે ન્યુ. ઈન્ડીયા કંપનીના પંચોલીભાઈ સાથે વાતચીત કરતા તેઓએ કંપનીને ૧૫ દિવસમાં તેમનો ઈન્સ્યોરન્સના કલેમના રૂપીયા મળશે તેવું આશ્ર્વાસન આપ્યું છે.

પરંતુ ગોલ્ડ કોઈન ઈન્ડસ્ટ્રીના માલીક અશ્ર્વીનભાઈએ લેખીતમાં આ અંગે ખુલાસો માગતા ઈન્સ્યોરન્સ કંપનીએ કોઈપણ જાતનો જવાબ આપ્યો નહોતો જેથી શાપર ઈન્ડસ્ટ્રીયલીસ્ટ ઝોનના તમામ લોકોએ ભુખ હડતાલ કરીનેવિરોધ પ્રદર્શન કર્યો હતો.

Loading...