વિકાસની દોડમાં મનુષ્ય સસ્તો થઈ ગયો

આપણા દેશમાં અધમુઆ માણસની નિકાસ વધારવા તનતોડ મહેનત કરવી જ પડતી હશે! પણ ખરીદી વધતી જ નથી, એમાં ઘટાડો જ થતો રહ્યો છે !

કેન્દ્રીય બજેટમાં કયાંક પણ આનો ઉલ્લેખ અને ઠોસ ઉપાયોનો ઉલ્લેખ હોત તો દેશના ૮૦ કરોડ લોકોને કદાચ રાહત મળત !

આપણા દેશમાં ઉચ્ચ કક્ષાના રામાયણવિદ, મહાભારતવિદ, ગીતાશાસ્ત્રી અને ભાગવતાચાર્યો છે. તેમના કહેવા પ્રમાણે આપણા દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ એમાં છે જ. અનેક ઠેકાણે એ વંચાય છે ટી.વી. પર પણ લગભગ અખંડ વંચાતા રહ્યા છે. પરંતુ આ દેશની સમસ્યાઓ અણ ઉકેલ જ રહ્યા કરી છે ! કાંતો રાજપુરૂષોમાં, અથવા તો રાજકર્તાઓમાં, અથવાતો કથાકારોની વિદ્વવતામાં અને શ્રોતાઓની સમજશકિતમાં ઉણપ હોઈ શકે ! કોણ નકકી કરી શકે ?…

સારી પેઠે ઉંડા ઉતરતાં એવુ તારણ નીકળે છે કે, આપણા દેશની મુખ્ય સમસ્યા કઠોર ગરીબાઈ છે. આર્થિક ગરીબાઈ તો ખરી જ તે ઉપરાંત શિક્ષણ-કેળવરી, ચારિત્ર્ય, સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતા સહિત માનવજીવનની સાથે અનિવાર્ય પણે સંકળાયેલી મોટાભાગની બાબતોની પણ આપણે ત્યાં સારી પેઠે ગરીબાઈ છે. વતપરસ્તીનો, દેશ દાઝનો સંપૂર્ણ અભાવ છે.

સામાજીક ન્યાય,, માનવ ગૌરવ, ધનિકતા, નિર્ધનતા, ધાર્મિકતા ખધાર્મિકતા અને સજજનતા-દુર્જનતા વગેરે બાબતોમાં પણ આપણો દેશ દરિદ્રતા અને ગરીબાઈમાં પીડાતો રહ્યો છે.

આપણી આવી હાલત માટે આપણા રાજકીય પક્ષોનો સંઘર્ષનાં રાજકારણનો અભિગમ પણ જવાબદાર છે.

એક અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં અને રાજયસભામાં નિવેદન કર્યું હતુ અને કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોની જોરદાર ઝાટકણી કાઢી હતી. કવિતાઓનો ઉલ્લેખ કરીને કેટલીક વખત કોંગ્રેસના સભ્યોને હોબાળો કરવાની ફરજ પાડી હતી. જયારે કેટલીક વખત માહોલને હળવો કરવાનાં પ્રયાસ કર્યા હતા. જે દરમિયાન ખુશીનું મોજુ ફરી વળ્યું હતુ મોદીએ નાગરીક સુધાર કાનુન પર વિષય તરફથી ઉઠાવવામાં આવી રહલે સવાલોના જવાબ આપ્યા હતા. મોદીએ કહ્યું હતુ કે, ગૃહમાં વારંવારએ દર્શાવવાના પ્રયાસ થયા હતા કે જેસિંહ થઈ તે પ્રદર્શન છે. અહી વારંવાર દર્શાવવાના પ્રયાસ થયા હતા કે, પ્રદર્શનના નામ પર જે અરાજકતા ફેલાવવામાં આવી, જે હિંસા થઈ તેને જ આંદોલનના અધિકાર તરીકે ગણવામાં આવ્યા હતા વારંવાર બંધારણનાં નામ ઉપર અને તેના નામ ઉપર ગેરબંધારણીય ગતિવિધિને છૂપાવવા પ્રયાસ થયા હતા. વડાપ્રધાને કહ્યું હતુ કે તેઓ કોંગ્રેસની મજબુરીને સમજે છે. પરંતુ કેરળના લેફટ ફ્રન્ટના સાથીઓને સમજવાની જરૂર છે કે, ત્યાંના મુખ્યમંત્રીએ વિધાનસભામાં કબુલાત કી છે. કે, કેરળમાં જે દેખાવો થયા તેમાં અલગતાવાદી તાકાતો સામેલ હતી. કઠોર કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી.

આ બધુ એ વાતની સાક્ષી પૂરે છે કે, આપણા દેશના રાજકીય પક્ષો સંઘર્ષનાં રાજકારણમાં જ ડુબાડુબ રહ્યા છે. એની બહાર નીકળતા જ નથી. આ કારણે દેશનો વિકાસ રૂંધાય છે. અને સતત પીછેંહઠ થયા કરે છે.

રાજગાદીની બેહુદી લાલચમાં દેશપ્રેમનો કારમો દુકાળ પડે છે. અને દેશદાઝનો છાંટો ન હોય એવા દેશમાં ગરીબી માઝા મૂકે છે, એટલી હદે માણસ સસ્તામાં સસ્તો બને છે. અને કફન વેચીને પેટ ભરવાનો વખત આવે છે. અધમૂઆ લોકોની નિકાસ કરવાની ગરીબોને લાલચ થાય છે. કફન વેચવાનો આરો આવે છે. આપણા દેશે તેની નીતિઓ બદલવી જ પડશે અને વિચારધારા બદલવી પડશે. ઈશ્ર્વર સૌને સારૂ સુઝાડે તેમ ઈચ્છીએ.

Loading...