Abtak Media Google News

રાજમાર્ગો પરથી પકડાયેલો રેંકડી-કેબીન સહિતનો સામાન ભંગારમાં વેચી મારવાની દરખાસ્ત હાલ પરત રાખી ગરીબોને સામાન છોડાવવા મુદત અપાઈ : ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં લખ-લુંટ-ખર્ચા સહિતની ૮ દરખાસ્તોનો કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ

કોરોનાનાં સંક્રમણે નાથવા માટે દેશભરમાં લાદવામાં આવેલા બે મહિનાનાં લોકડાઉનનાં કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી જવા પામી છે. ગરીબ અને મધ્યમ વર્ગની હાલત ખુબ જ કફોડી બની જવા પામી છે. હાલ મોટાભાગનાં લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે ત્યારે મહાપાલિકાનાં શાસકોએ ગરીબોનાં હિતમાં સારો નિર્ણય કર્યો છે. રાજમાર્ગો પર ગેરકાયદે ખડકાયેલી રેકડી, કેબિન સહિતનો માલ-સામાન ભંગારમાં વેચી મારવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હાલ પુરતી મોકુફ રાખવામાં આવી હતી અને ગરીબોને રેકડી, કેબિન છોડાવવા માટે ૩૧મી ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૩૦ લાખ રૂ પિયાનો માતબર ખર્ચ મંજુર કરવા સહિતની અલગ-અલગ ૮ દરખાસ્તોનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જોકે એકમાત્ર કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનાં વિરોધને ગણકાર્યા વિના જ શાસકોએ બહુમતીથી મોટાભાગની દરખાસ્તોને મંજુરીની મહોર મારી દીધી હતી.

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત રજુ કરવામાં આવી હતી કે, દબાણ હટાવ શાખા દ્વારા રાજમાર્ગો પરથી પકડવામાં આવેલી કેબિન, રેકડી, વજનકાંટા અને ટેબલ સહિતનો જે સામાન હાલ ગોડાઉનમાં પડયો છે તે ભંગારનાં ભાવે વહેંચી દેવો. દરમિયાન આજે ભાજપનાં શાસકો દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે લોકડાઉનમાં ગરીબોને ધંધા-રોજગારમાં ખાસી એવી અસર પડી છે જેને ધ્યાનમાં રાખી રેકડી-કેબીન સહિતનો સામાન હાલ ભંગારમાં વેચવાનાં બદલે ૩૧મી ઓગસ્ટ સુધીમાં છોડાવી જવા માટે વિશેષ મુદત આપવામાં આવી છે. આ ઉપરાંત અલગ-અલગ શાખામાં ફરજ બજાવતા ૮ કર્મચારીઓને ઉચ્ચ પગાર ધોરણનાં લાભ આપવાની મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્ત નામંજુર કરાઈ છે અને ગર્વમેન્ટની ગાઈડલાઈન તથા જીઆર મુજબ નિર્ણય લેવા આદેશ આપવામાં આવ્યો છે. સામાન્ય વહિવટ વિભાગ હેઠળનાં આયોજન સેલમાં આંકડા, મદદનીશની એક અને રીસર્ચ એનાલીસ્ટની એક હંગામી જગ્યાએ કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવિષ્ટ કરવાની દરખાસ્તમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

હાલ આ બંને કર્મચારીને કાયમી કરવાનાં બદલે તેઓની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આવાસનાં દસ્તાવેજ કરી આપવાની સતા હેડ કલાર્કને સુપ્રત કરવાનાં બદલે ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગનાં આસીસ્ટન્ટ મેનેજરને સતા આપવામાં આવી છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૩૯ પૈકી ૩૮ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. મહાનગરપાલિકાની યજમાનીમાં યોજાયેલી ગુજરાત ઈન્ટર ક્રિકેટ કોર્પોરેશન ટી-૨૦ ટુર્નામેન્ટમાં રૂ ા.૨૯.૬૭ લાખનો તોતીંગ ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત સહિત કોંગ્રેસનાં સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ અલગ-અલગ ૮ દરખાસ્તોનો ઉગ્ર વિરોધ કર્યો હતો છતાં શાસકોએ તેઓનાં વિરોધને અવગણી બહુમતીનાં જોરે દરખાસ્તને બહાલી આપી દીધી હતી.

પદાધિકારીઓ-મ્યુનિ.કમિશનરને સી.એમ.નું તેડુ

શહેરનાં વિકાસ કામો અને કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરવા બપોરે બેઠક

મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્રાજને મુખ્યમંત્રી વિજયભાઈ રૂ પાણીએ તાકિદની સુચનાથી ગાંધીનગર બોલાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ થતાની સાથે જ પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરનો કાફલો ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયો હતો. શહેરનાં અલગ-અલગ વિકાસ કામો અને કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે બપોરે ૪ કલાકે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાશે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે જેથી ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂ પાણી પણ ચિંતિત બન્યા છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા સહિતનાં વિવિધ મુદ્દે ચર્ચા કરવા માટે કોર્પોરેશનનાં પદાધિકારીઓ, મ્યુનિ.કમિશનર, શહેર ભાજપનાં હોદેદારોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂ પાણી બપોરે ૪ કલાકે પદાધિકારીઓ સાથે બેઠક યોજી કોરોના અંગેની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે. આ બેઠકમાં શહેરનાં અલગ-અલગ વિકાસ કામો જેવા કે આજી રિવરફ્રન્ટ, અર્બન ફોરેસ્ટ સહિતની ચર્ચાઓ થશે.

લોકડાઉનની અસર : થ્રી બીએચકે આવાસ યોજના માટે ફલેટ જેટલા પણ ફોર્મ પરત ન આવ્યા

૧૨૬૮ આવાસ સામે માત્ર ૭૮૪ ફોર્મ ભરાયા: કાલે છેલ્લો દિવસ

કોર્પોરેશન દ્વારા શહેરનાં જય ભીમનગર પાસે, વિમલનગર મેઈન રોડ પર, ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઓસ્કાર ગ્રીન સીટીની બાજુમાં અને મવડીથી પાળ ગામ રોડ પર સેલેનીયન હાઈટસ સામે એમ અલગ-અલગ ૪ લોકેશનમાં ૩ બીએચકેનાં ૧૨૬૮ આવાસ બનાવવામાં આવી રહ્યા છે. ૨૪ લાખની કિંમતનાં આ આવાસને જાણે લોકડાઉન બાદ બજારમાં પ્રવર્તી રહેલી મંદીની અસર નડી હોય તેવું લાગી રહ્યું છે જેટલા આવાસ છે તેટલા ફોર્મ પણ ભરાઈને પરત આવ્યા નથી. આવતીકાલે ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે. વાર્ષિક રૂ ા.૬ થી ૭ લાખ સુધીની આવક ધરાવતા લાભાર્થીઓ આ ૩ બીએચકેનાં એમઆઈજી કેટેગરીનાં આવાસ માટેનાં લાભાર્થી છે જેમાં બે બેડરૂ મ, સ્ટેન્ડીંગ બાલકની, એક સ્ટડી રૂ મ, એક હોલ, એક કીચન, એટેચ ટોયલેટ, કોમન ટોયલેટની વ્યવસ્થા સાથે આશરે ૬૦ ચોરસ મીટરનું કાર્પેટ ધરાવતો ફલેટ આપવામાં આવશે. અલગ-અલગ ૪ સ્થળો પર ૧૨૬૮ ૩ બીએચકેનાં આવાસ બનાવવામાં આવી રહ્યા છે જેના માટે ૩૨૧૨ ફોર્મ ઉપડયા હતા પરંતુ આજ સુધીમાં માત્ર ૭૮૪ ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. આવતીકાલે ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ હોય મુદતમાં વધારો કરાય તેવી શકયતા પણ હાલ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.