Abtak Media Google News

સપ્ટેમ્બર-૨૦૧૮ સુધીમાં ૧૧ ઝોનમાં માનવ રહિત રેલવે ક્રોસીંગ હટાવવાનો રેલ મંત્રાલયનો લક્ષ્યાંક

રેલવે ક્ષેત્રને આધુનિકતાનો રંગ લગાડવા સરકારે કવાયત હાથ ધરી છે. જેના ભાગરુપે હવે માનવરહિત રેલવે ક્રોસીંગોને ભુતકાળ બનાવવા રેલવે મંત્રાલયે અભિયાન શરુ કર્યુ છે. રેલ મંત્રાલયે આ વિશે માહીતી આપતા જણાવ્યું છે કે સપ્ટેમ્બર-૨૦૧૮ સુધીમાં ચારેય ઝોનમાંથી માનવરહિત રેલવે ક્રોસિંગને દુર કરી દેવાશે.2 111ગયા વર્ષે કાર્યભાર સંભાવ્યાની પ્રથમ બેઠકમાં રેલમંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે ૧૧ ઝોનમાંથી અનમેન્ડ લેવલ ક્રોસીંગ  યુએમએલસી  હટાવવા માટે રેલ મંત્રાલયે અભિયાન શરુ કરી દીધું છે. અને આવતા વર્ષ એટલે કે ૨૦૧૮ સુધીમાં તેને પુર્ણ કરવાનો લક્ષ્યાંક સેવ્યો છે. જેના ભાગરુપે અત્યાર સુધીમાં વેસ્ટ સેન્ટ્રલ રેલવે, સેન્ટ્રલ રેલવે, ઇન્ટર્ન રેલવે અને સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ રેલવેને મેળવીને કુલ ૧૧,૫૪૫ કીલોમીટરની રેલવે લાઇન માનવ રહિત રેલ ક્રોસીંગ બની ગઇ છે.3 74રેલવે અધિકારીઓએ જણાવ્યું કે બાકીના રુટ ઉપરથી પણ વહેલી તકે યુએમએલસી દુર કરવા કાર્યવાહી ચાલુ છે. ૧૩ સિવાયના અન્ય ક્રોસીંગ પરનું કામ જુલાઇ ૨૦૧૮ સુધીમાં પૂર્ણ થઇ જશે. જયારે એ સિવાય બાકી રહેતા ઝોનમાં એટલે કે દેશભરમાં વર્ષ ૨૦૨૦ સુધી સંપૂર્ણ પણે માનવરહિત રેલવે ક્રોસીંગ દુર થઇ જશે.4 65

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.