Abtak Media Google News

શહેરમાં પાંચ સ્ળે જુગારના દરોડા: ૧૨ મહિલા સહિત ૧૩ની ધરપકડ: રૂ.૯૩ હજારનો મુદ્દામાલ કબ્જે

રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. મહિલાઓના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા વિવિધ કાયક્રમો આપી રહી છે. ત્યારે મહિલાઓ પણ શ્રાવણ માસનો જુગાર રમવામાં પુરૂષ સમોવડી બની ગઈ છે.

ગઈકાલે પોલીસે જુગાર અંગે પાંચ સ્થળે દરોડો પાડી ૩૩ની ધરપકડ કરી જેમાં ૧૨ મહિલાનો સમાવેશ થાય છે. શહેરના રૂખડિયાપરા, બ્રહ્મ સમાજ, મોચીનગર-૨, ધરમનગર આવાસ કવાર્ટર અને કુવાડવા રોડ, વૃંદાવન પાર્કમાં જુગાર રમતી ૧૩ મહિલા સહિત ૩૩ પત્તાપ્રેમીઓને રૂ.૯૩ હજારની રોકડ સાથે શહેર પોલીસે ઝડપી લીધા છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગાંધીગ્રામ જીવંતીકાનગરમાં રહેતો સતીષ ચુડાસમા તેના મોચીનગર-૨માં આવેલ એવીએસ મોટર ગેરેજમાં જુગાર રમાડતો હોવાની બાતમી ગાંધીગ્રામ પોલીસને મળતા ગેરેજમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા સતીષ મનોજભાઈ ચુડાસમા, જીવંતીકાનગરમાં રહેતા ભરત પ્રવિણભાઈ પરમાર, રાજેષ મુળજીભાઈ પ્રજાપતી, હિરેન રવિરામભાઈ કબીર, ગોવિંદનગરના યશ પ્રકાશભાઈ ચૌહાણ અને પરેશ રમણીકભાઈ ત્રિવેદીને રૂ.૧૦ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે. તેમજ રૈયા રોડ પર આવેલા બ્રહ્મ સમાજ પાસે આવેલા શિવપરા શેરી નંબર-૧માં રહેતો રવિ ઉર્ફે લાલાના મકાનમાં જુગારનો દરોડો પાડી મકાન માલીક રવિ ઉર્ફે લાલો દિનેશભાઈ મકવાણા, મારકીભાઈ અરજણભાઈ કરજીયા, રાજુ નાનાલાલ મછીયા અને ધીરૂ ઉર્ફે ટેકૂ વાઘજીભાઈ સોલંકીને ઝડપી રૂ ૬૪૦૦ની રોકડ કબ્જે કરી છે.

જ્યારે ત્રીજો જુગારનો દરોડો યુનિવર્સિટી પોલીસે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં દશામાના મંદિર પાસે જાહેરમાં જુગટુ રમતા નાણાવટી ચોકમાં રહેતો જાવિદ યુસુફભાઈ પીરવાડીયા, નટરાજનગરમાં રહેતો તુષાર હરેશભાઈ રાઠોડ, કવિતાબેન તૂષારભાઈ રાઠોડ, ધરમનગરના વંદનાબેન રસીકભાઈ ખાખરીયા, લક્ષ્મીબેન ઉર્ફે હેમાબેન એલારામ મોટવાણી, રૂકશારબેન મહેબુબભાઈ સાકરીયાણી, શબાનાબેન હનિફભાઈ જેડા અને દિપ્તીબેન હિતેષભાઈ છુછાદરાને રૂ.૧૧,૫૧૦ રોકડ, પાંચ મોબાઈલ મળી રૂ.૩૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. તેમજ ક્રાઈમ બ્રાંચે કુવાડવા રોડ પર આવેલા વૃંદાવન પાર્કની સામે નરસિંહ મહેતા ટાઉનશીપ બી વીંગ બ્લોક નંબર ૭૦૭, સાતમા માળે રહેતો રફીક સમાના ઘરમાં જુગારનો દરોડો પાડી જુગાર રમી રહેલા રફીક રજાકભાઈ સમા, સંતકબીર રોડ પર રહેતો રમેશ ગંગારામભાઈ સોલંકી, સહકાર રોડ પર રહેતો મીત રમેશભાઈ ટાંક, રાજારામ સોસાયટીના રાજેષ વિનુભાઈ દેસાણી અને સંતકબીર રોડ પર રહેતો જયેશ પોપટભાઈ રાઠોડ નામના શખ્સોને રૂ.૩૪,૮૦૦ની રોકડ સાથે ઝડપી લીધો છે. જ્યારે પ્ર.નગર પોલીસે રૂખડિયા મફતીયાપરામાં જુગાર રમતા બજરંગવાડીની સુમનબેન વિઠલરાય પવાર, જંકશનના તરૂબેન ગીરીશભાઈ ગાંધી, ઉષાબેન નાનુભાઈ તાવડે, રેલનગરના ભાનુબેન વિનુભાઈ સોલંકી, રૂખડીયાના નીતાબેન કિશોરભાઈ સોલંકી, રેલનગરની ભાનુબેન વિનુભાઈ સોલંકી, ઘનશ્યામનગરની બીનાબેન વિમલભાઈ બંધાણી, જંકશનના તુષાર દિનેશભાઈ ચંદારાણા, રૂખડીયાના મનહરલાલ પ્રાણલાલ મકવાણા અને જુના મોરબી રોડ પર રહેતો શૈલેષ હરીશભાઈ ઠકરાર નામના શખ્સોને ઝડપી, પટમાંથી રૂ.૧૦,૬૦૦ની રોકડ કબ્જે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.