Abtak Media Google News

ઓખા બેટ જેટી પર યાત્રિકો પ્રવાસીઓ પીવાના પાણીથી માંડીને તમામ સુવિધામાં ગંદકીના ગંજ

ગુજરાતના દેવભૂમિ દ્વારકાના ઓખા ગામથી પાંચ કિલોમીટર દરીયા રસ્તે આવેલ બેટ શંખોદ્વાર ૪૦ કિમીનો સૌથી વિશાળ ટાપુ દેશનો સૌથી મોટો અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલ માનવા વસવાટ ધરાવતો પ્રવાસીઓનો પ્રથમ પસંદગી ધરાવતો આ ટાપુ ચાર ધામમાંનું એક યાત્રાધામ પણ ગણાય છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો પ્રવાસીઓ આવે છે

. આવતા વાહનોની પાર્કિંગ વ્યવસ્થા પણ ખોરવાય છે. દિવાળીના વેકેશનમાં માનવ મહેરામણ ઉમટયું છે ત્યારે અહીં પાણીના પરબની હાલત અવેળાએ ફેરવાય છે. અહીં પીવાના પાણીની ટાંડી ખુલ્લી છે અને નળમાં સેવાળ બાજી ગઈ છે અને પરબની બાજુમાં કાદવ કિચડનું સામ્રાજય જોવા મળે છે.

આજે પ્રવાસીઓ અને યાત્રિકો ખુશ્બુ ગુજરાતની વાસ્તવિકતા જોઈ ચોકી ઉઠે છે. અહીના શૌચાલયોની હાલત પણ આવી જ છે અને જેટી પર સેડ પતરા ન હોવાથી યાત્રિકો અને પ્રવાસીઓ તડકામાં સેકાય છે અહીં આઠના બદલે ૨૦ ‚પિયા ભાડુ કરવા છતાં પણ પેસેન્જર બોટોમાં અવર કેપેસીટી પેસેન્જરો ભરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.