Abtak Media Google News

આત્મવિશ્ર્વાસ અને બુલંદ હોસલો હોય તો દુનિયાની કોઇ તાકાત સફળતાની સીડી પર ચડતા રોકી શકતું નથી: જન્મદિવસ નિમિતે દ્રઢ મનોબળના માલિક જય છનીયારાની ‘અબતક’ સાથે વિશેષ વાતચીત

ચેતનહીન શરીરમાં જે એક લડાયક યોઘ્ધાની જિંદગી જીવતા એવા રાજકોટના સિતારા જય છનિયારાનો આજે જન્મ દિવસ છે, જીવનના ર૭ વર્ષ પૂર્ણ કરી ર૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જય છનિયારાને સેરેબ્રલ પાલ્સી (મગજનો લકવો) જેવો ગંભીર અને અસાઘ્ય રોગ હોવા છતાં એક સામાન્ય માણસ કરતાં લાર્જર ધેન લાઇફ જીવી રહ્યો છે. જીવનમાં દુ:ખોની ફરીયાદ કરવા કરતાં સુખોનો આભાર વધારે માનવાની ફિલસુફી ધરાવતો જય દેશ-વિદેશમાં ઘણું સન્માન પામ્યો છે. આજે તેના જન્મદિવસ પર અબતક દ્વારા સવિશેષ મુલાકાત લેવામાં આવી હતી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

સાંઇબાબાની કૃપા વગર જય છનીયારા કાંઇ જ નથી. આમ કહું તો ઇશ્ર્વર એક જ છે, દરેક લોકો અલગ અલગ ભગવાન શ્રઘ્ધા રાખતા હોય પર મને સાંઇ બાબા પર અતૂટ શ્રઘ્ધા છે. હું તેમનો પરમ ભકત છું હું આજે જે કાંઇપણ છું. તે બાબાની દયા કૃપાથી જ છું. મને બાબાના ચમત્કાર પણ મળ્યાં છે.

મેરે સાંઇ કી ભકિતને મુજે બહુત કુછ શીખા દીધા

મેરી ખામોશ દુનિયા કો ઉસને ફીર સે હસા દીયા કરઝદાર રહુંગા મેં જીવનભર મેરે સાંઇનાથકા જીસને એક ગુમનામ બચ્ચે કો જય છનીયારા બના દિયા

મને બાબા કેમ હ્રદયમાં બેસી ગયા તે દર્શકોને જાણવા માંગું મારો સાચો અનુભવ છે.

એક વખત રાજસ્થાન મારો કાર્યક્રમ હતો. મારો ડ્રાઇવર ગાંધીનગરથી રાત્રે લાંબી જર્ની કરી આવ્યો હતો. અને બીજે દિવસે મારો કાર્યક્રમ જયપુરની બાજુમાં ચાન્ટ્રાઇ ગામ ત્યાં હતો. મને કહ્યું કે આપણે રાત્રે જ નીકળી જાય, તું થાકયો આવ્યો છે. તો સવારે નીકળીયા હોટલ પર પહોચ્યો તે થાકયો હતો. તે સુઇ ગયો હતો અને આયોજકે કોલ કર્યો મને કે સોનો ટાઇમ થઇ ગયો જે શોની પ્લેસ હતી તે ૧ર કી.મી. દુર હતી મારા મોટાભાઇ સાથે હતા. તો તે કહે કે આપણે ડ્રાઇવરને નથી જગાડવો હું જ ગાડી ચલાવી લઇશ અમે નીકળ્યાં તે ૧ર કી.મી.નું રર કી.મી. જગ્યા નીકળી અને જંગલનો આખો રસ્તો હતો.

રાતના અંધારામાં કોઇ દેખાતું ન હતું. અમે જે રસ્તે વળતા તે જ રસ્તે આવતા પાછા આયોજકોના ફોન આવતા કે કયાં છો લેવા આવીએ, જંગલમાં કાંઇ દેખાય નહી ભાઇએ કહ્યું ડ્રાઇવરને જગાડયો હોત તો સારૂ હતું. મેં કહ્યું બાબા સાથે છે. તેઓ રસ્તો ચોકકસ દેખાડશે. તે ગુસ્સે થયાં કે રાત્રે નવ વાગ્યા ગાડી હું ચલાવું. આ સ્ટેટીંગ બાબા આવીને પકડશે, અમારા વચ્ચે ઝઘડો થયો ત્યાં જ અચાનક સાઇકલ વાળો ત્યાંથી નીકળ્યો આ મારી બાજુમાં આવી ઉભો રહ્યો અને પૂછયું કયાં જવું છે. મેં કહ્યું બે કલાકથી રસ્તો ગોતીએ છીએ મળતો નથી. તેણે કહ્યું મારી પાછળ આવો તે જયાં વળ્યો ત્યાં અમે વળ્યાં સામે જ શોનું વેન્યું હતું.  મે સો રૂપિયાની નોટ કાઢી સાયકલ વાળાને જયાં દેવા ગયો પાછળ જોયું કોઇ ન હતું. આ મારો અનુભવ મારા પરની સાચી શ્રઘ્ધા છે.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન સુપ્રસિઘ્ધ હાસ્ય કલાકાર જય છનિયારાએ જણાવ્યું હતું કે સેરેબ્રલ પાલ્સી એટલે કે (મગજનો લકવો) ની બિમારી છે. પરંતુ મને કયારેય એવું ફીલ નથી થયું કે મને રોગ છે. અને હું વાત કરૂ સમાજની તો ક્ષતિવાળા લોકોને દયાની નજરે જોતા હોય છે. તે એકદમ સાચી વાત કરી પરંતુ હું એમ માનું છું કે માણસ હકિકતમાં દિવ્યાંગ કે વિકલાંગ નથી હોતો દિવ્યાંગ એ સમાજ હોય છે. જે માણસને દિવ્યાંગ કહે છે. જો તમારી અંદર જ આત્મ વિશ્ર્વાસ અને બિલંદ હોસલો હોય તો દુનિયાની કોઇ તાકાત તમને સફળતાની સીડી પર ચડતા રોકી શકતી નથી. આવું મારું માનવું છે.

મારા ૧૭ વર્ષની કેરીયરમાં મને અનુભવો થયા છે.  રર ઓકટોબર ૧૯૯૩માં મારો જન્મ થયો છે. ૬ વર્ષની નાની ઉમરથી જ મેં સ્ટેશ પ્રોગ્રામ આપવાની શરૂઆત કરી છે અને આજે ૧૭ વર્ષ સ્ટેજ પરના પૂર્ણ કરી ૧૮માં વર્ષમાં પ્રવેશ થયો તે ગર્વની વાત છે. જેટલા પણ પ્રેક્ષકો મને પ્રેમ કરે છે. કારણ કે કલાકાર કયારેય મોટો હોતો નથી મોટો તેનાો પ્રેક્ષક હોય છે. મોટો તેનાો ચાહવાવાળો વર્ગ હોય છે. જે કલાકારને મહાન બનાવે છે. કલાકાર માટે તેનો મેં ર૦૦૦ થી વધુ હિન્દી તથા ગુજરાતીમાં સ્ટેજ પ્રોગ્રામ કરેલ છે.

અને મને ઇન્ડીયાસ યંગેસ્ટ ડિફરન્ટલી એબલ કોમેડિયનના ૭-૭ વર્લ્ડ રેકોર્ડ મને મળ્યાં છે. તે તમામ મારા પ્રેક્ષકોના કારણે જ મળ્યાં છે.

હું છ વર્ષનો હતો ત્યારે મેં પહેલું પફોમન્ટ કરેલું આ વાતની શરૂઆત કેવી રીતે થઇ તે જણાવું અમદાવાદની અંદર મારા બન્ને પગનું ઓપરેશન થયું હતું. આપ બધા જાણો છો કે આપણા ગુજરાતીઓ માટે મકર સંક્રાતિનું ખુબ જ મહત્વ હોય છે. હું ત્યારે મારા માસીના ઘેર હતો. તેમનો આખો પરિવાર ત્યાં પતંગ ઉડાવવા માટે આવ્યો હતો. મને ત્યારે પચાસ ટાકા હતા. અને મારા બન્ને પગમાં પ્લાસ્ટર હતું. ખુબ જ દુ:ખાવો થતો હતો. સાંજે નાના-નાના બાળકો મારી સાથે રમવા આવ્યા તે વખતે ઓડીયો કેસેટનો જમાનો હતો. મારું દર્દ ભુલાવા માટે મારા મોટાભાઇએ મને જોકસની કેસેટ આપી. તે મેં સાંભળી અને મારું દર્દ મને ભુલાય ગયું. અને સાંજે જયારે નાના નાના બાળકો મારી સાથે રમવા આવ્યાં, મેં જે કેસેટ સવારે સાંભળી હતી તે આખી કેસેટ મેં બાળકો સામે રીપીટ કરી ત્યારબાદ મારા મમ્મી-પપ્પા પરિવારને થયું કે મારું બાળક આ લાઇનમાં ઇશ્ર્વર કૃપાથી આગળ વધી શકે અત્યારે હું જે કાંઇપણ છું તે આપની સામે છું.

અત્યારે કોરોનાના કારણે હિંમ બધાની પૂરી થઇ ગઇ છે. પરંતુ આ સમય પણ વિતી જશે.મારી વાત કરું તો લોક ડાઉનમાં લુડો અને બરમૂડો આ બે જ વસ્તુ જ કરી છે. આજે મારો જન્મદિવસ છે ‘અબતક’ ચેનલ મારે ત્યાં આવી છે હું ખુબ જ જ ખુશ છું અને ધન્યવાદ કહું છું. અંતરમાં આજે મારો જન્મ દિવસ છે બધાને એટલું જ કહીશ કે તમારી અંદર આત્મ વિશ્ર્વાસ, હોસલો ઉમંગ હશે તો આ સમયમાંથી પણ નીકળી જશુ ઘણી બધી મહામારી આપણે જોઇ છે આ સમય પણ પ્રભુ કૃપાથી ચાલ્યો જશે ખુબ સારા દિવસો ફરી પાછા આવશે.

ગમતી શાયરીઓ

લડખડા કે ચલકર હમ દોડને વાલો કો

હમ કુછ સિખા જાયે ને

ભુલાના પાયેગી દુનિયા હમેં

કુછ ઇચ્છતરહ શિખા જાયેગે કે દરિયા

હમ જાન તેં હૈ હમ અપને અંદર કે ખજાને કો

જીસ તરફ ભી મુડ ગયે અપાના રાસ્ત બના જાયેગે

કલાકારે ફનાક થઇ ને ખુશીને હોઠ પર રાખી ભૂસ્યુ ચિત્ર પોતાનું અને બીજાની રેખા અમર રાખી

ન રાખી દાન પર દ્રષ્ટિ એને સદાય દાતા પર રાખી

કે જેવી જીંદગી આપી હૈ ખુદા હમેં સર આંખો પે રાખી

જીંદગી મેં કિતની ભી મુશ્કેલ આયે

અભી તો સિર્ફ ચલને કા ઇરાદા કિયા હૈ,

હર મુશીબત સે લડતા રહુગા

કિસી ઓર સે નહી ખુદ સે યે વાદા કિયા હૈ

સેલેબ્રેરી સાથેની મુલાકાત

એક નેશનલ ચેનલ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ શો આવતો તેમાં મને આમંત્રણ મળ્યું, પ્રથમ શો કરેલ તે શો એ સામાન્ય બાળકને હાસ્ય કલાકાર બનાવી દીધો. લાફટર ચેલેન્જ પછી મને એક ઇચ્છા હતી ક્રિકેટના ભગવાન સચીન તેડુલકરને મળવાની, સ્ટાટ ન્યુઝએ ઇન્ટરવ્યુ લીધો. ઇન્ટરવ્યુમાં પૂછયું શું ઇચ્છા છે મેં કહ્યું કે સચીન તેડુંલકરને મળવું છે. તો કહ્યું ચોકકસ ગોઠવશું, અઠવાડીયા બાદ પપ્પા પર ફોન આવ્યો કે જય કયાં છે. તો કહ્યું તેણું તે મુંબઇ છે. નંબર આપ્યો કોલ આવ્યો અડધી કલાકમાં ગાડી લેવા માટે આવે છે. તૈયાર રહેજો, મને થયું ઇન્ટરવ્યુ હશે. તાજ હોટેલમાં લઇ ગયાં તમામ કેમેરા મારા પર ફોકસ હતા. સોફા પર હું બેઠો હતો. મેં જોયું તો લીફટમાં સામે સચિન તેડુંલકર આવતા હતા.  સ્ટાર ન્યુઝએ તેની ડોકયુમેન્ટી પણ બનાવી હતી. તે આખા વર્લ્ડમાં દેખાડી હતી. પ્રેક્ષકોએ જોઇ પસંદ કરી મેં સચિન તેંડુલકરને કહ્યું હતું આપ આઉટ થઇ જાવ ત્યારે મને ખરાબ લાગતું રોવા માંડતો તો તેણે જવાબ આપ્યો કે પેવેલીયનમાં જઇ હું પણ રોવા લાગતો. તેઓ જયારે આવ્યાં મારી પાસે મળવા માટે હું સોફા પર બેઠો હતો. તેઓ નીચે ગોઠણ પર નીચે બેસી ગયાં, મેં કહ્યું સર તમે સોફા પર બેસો તમે નીચેના સારા લાગો ત્યારે તેણે જવાબ આપ્યો કે મેરી જગહ તુમ્હારે નીચે હી થીક હૈ આ એક મહાન માણસની મહાનતા છે આ ઉપરાંત હું ડો. અબ્દુલ કલામ સાહેબ, કોમેડી કીંગ કપીલ શર્મા, ધર્મેન્દ્ર, અક્ષયકુમાર સહિત અનેક લોકોને મળ્યો છું તે ગર્વની વાત છે.

જય છનીયારાએ મેળવેલા એવોર્ડ

6Ddbb94128F6Ad163Eb6F3032E177Ce2

ઇન્ડીયાઝ યંગગેસ્ટ ડિસેબ્લ કોમેડિયન

લિમ્કા બુક ઓફ રેકોર્ડ

મિરેકલ વર્લ્ડ રેકોર્ડ

વર્લ્ડ અમેઝીંગ રેકોર્ડ

એશ્યિા બુક ઓફ રેકોર્ડ

વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા

હાઇ રેન્જ બુક ઓફ રેકોર્ડ

ઉપરાંત ૧૮૦ થી વધુ પ્રેસ્ટિજીયસ એવોર્ડ જેમાં એકસ્ટ્રા ઓડીનરી આર્ટ બાય ગુજરાત ગર્વમેન્ટ

પરિવાર પ્રેમ, સમાજ પ્રેમ નવું કરવાની પ્રેરણા આપે: જય છનીયારા

Vlcsnap 2020 10 22 09H06M03S716

મારા માતા-પિતા અને મારો પૂરો પરિવાર મારા માટે સર્વત્ર છે. નાનપણથી લઇ અત્યાર સુધી હું મારા પપ્પાને ચોટીને જ સુતો છું. તે મારા માટે લાઇનની બેસ્ટ મુવમેન્ટ છે. મારા મમ્મી મને દરેક શોમાં લઇ જાય વ્હીલ ચેર ચલાવે, થેલા ઉપાડે મને કાંઇ ઘટવા ન દે મારા ભાઇ માટે હું ખુબ જ લાડલો છું અને મારા ભાભીને હું ભાભી નહી મારા મોટા દીદી ગણું છું તે બધાના પ્રેમથી જ હું બધુ સળતાથી કરી શકું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.