હેમ વસ્ત્રમાં મહિલાઓના પરિધાનોનું વિશાળ કલેકશન

75

સાડીથી લઈ ડીઝાઈનર ડ્રેસીસ, ગાઉન, ચણિયાચોલી અને દુપટ્ટાની વિશાળ શ્રેણી ઉપલબ્ધ

હાલ તહેવારોનો દોર ચાલી રહ્યો છે અને બજારમાં ખરીદીની રંગત જામી છે. દિવાળીના ખાસ પર્વને લઈને હાલ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે.એવામાં પણ દિવાળીના તહેવાર નિમિત્તે નવા વસ્ત્રો પહેરીને ઉજવણી કરવાનું કંઈક અલગ જ મહત્વ છે. ખાસ કરીને આ મોર્ડન જમાનામાં તહેવાર નિમિત્તે સ્ત્રીઓમાં સાડી માટેનો પ્રેમ જોઈ શકાય છે. ખાસ વાત તો એ પણ છે કે, સાડીમાં જ ભારતીય મહિલાઓ વધુ સુંદર દેખાય છે. એટલા માટે જ કયારેય સાડીનો ક્રેઝ ઓછો નથી થતો પરંતુ કા સમયની સાથે સાડી પહેરવાની રીત જ‚ર બદલાય છે. ખાસ પ્રસંગ પર મહિલાઓ આજે પણ સાડી પહેરવાનું વધુ પસંદ કરે છે.આ ઉપરાંત ડ્રેસિસ, ગાઉન્સ વગેરેમાં પણ વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ હોવાથી તેનો પણ ક્રેઝ લોકોમાં જોવા મળે છે. દિવાળીને લઈ ખરીદીનો ધમધમાટ શરૂ છે જેમાં ઢેબર ચોક, ત્રિકોણ બાગ પાસે આવેલ હેમ વસ્ત્ર શો-‚મની વાત કરીએ તો અહીં તમને સાડીથી લઈને ડિઝાઈનર ડ્રેસીસ, ગાઉન, ચણિયાચોલી, દુપટ્ટા વગેરેની વિશાળ શ્રેણી જોવા મળશે. તહેવારોને લઈ અહીં બધી જ સ્ત્રીઓને પસંદ પડે તેમજ પરવડે એ પ્રકારનું કલેકશન છે.

અહીં મહિલાઓ પોતાની પસંદગીને અનુ‚પ ડ્રેસ બનાવડાવી શકે છે. ઉપરાંત રેડીમેડ કપડામાં પણ વિવિધ આકર્ષક ડિઝાઈનો જોવા મળશે. જેને ખરીદવા માટે રાજકોટવાસીઓ હેમ વસ્ત્રની મુલાકાત લઈ રહ્યાં છે. તેમજ અહીંના કલેકશન પર પસંદગી ઉતારી રહ્યાં છે.આ તકે હેમ વસ્ત્ર શો-‚મના ઓમભાઈએ જણાવ્યું હતું કે, અમે શો-રૂમ સ્ટાર્ટ કર્યો તેને ૬ થી ૭ મહિના થયા છે. મેં ફેશન બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ યુએસ શિકાગોથી કર્યો છે. અમારું પોતાનું જ મેન્યુફેકચરીંગ કસ્ટમાઈઝેશન છે. અમારા પોતાના ફેશન ડિઝાઈનર્સ અને વર્કસ છે.મેરેજને લઈને અમારું પોતાનું જ કલેકશન છે જે ૫૦૦૦ રૂપીયાથી શરૂ કરી ૭૦ હજાર સુધીમાં મળી રહે છે. સાડીમાં ઘરચોળા, પાનેતર ઉપરાંત કસ્ટમરની જે ડિમાન્ડ હોય તેના ઉપર પણ અમે કામ કરીએ છીએ. અમે ગાઉન્સ પણ રાખીએ છીએ જે ૨૫૦૦થી શરૂ કરી ૫૦ હજાર સુધીમાં મળી રહે છે.

Loading...