Abtak Media Google News

ચીનની કંપની હુવાવેએ માર્ચ મહિનામાં નવી સ્માર્ટવોચ જીટી એક્ટિવ લોન્ચ કરી હતી. કંપનીએ ભારતમાં આ વોચનું વેચાણ 15 જુલાઈથી શરુ કરી દીધું છે.

કસ્ટમર આ વોચને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે. આ સ્માર્ટવોચની કિંમત 15,990 રૂપિયા છે, જે એન્ડ્રોઇડ અને આઈઓએસ એમ બંને ડિવાઇસમાં કનેક્ટ થઈ શકે છે. કંપનીને આશા છે કે, ભારતમાં તેમને આ સ્માર્ટવોચને લઈને સારો રિસ્પોન્સ મળશે.હુવાવે જીટી એક્ટિવ વોચમાં 1.39 ઈંચની AMOLED HD ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 454×454 પિક્સલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.