Abtak Media Google News

લોસ એન્જલસની પ્રોડયુસર કંપની ટવેન્ટીએથ સેન્ચુરી ફોકસએ દાખવ્યો રસ

મેં તેરે કાબિલ હૂં યા તેરે કાબિલ નહીં… હોલીવૂડમાં હૃતિક-યામીની ફિલ્મની રીમેક બનશે. આમ તો આ ઉલટી ગંગા જેવો ઘાટ છે. કેમકે, સામાન્ય રીતે બોલીવૂડમાં હોલીવૂડ કે સાઉથની મૂવીની રીમેક બનતી હોય છે.

હોલીવૂડની પ્રોડયુસર કંપની ટવેન્ટીએથ સેન્ચુરી ફોકસ કાબિલની રીમેક બનાવવા માટેના રાઈટસ મેળવશે ફિલ્મના ડાયરેકટર સંજય ગુપ્તાએ જણાવ્યું કે હોલીવૂડની પ્રોડયુસર કંપની કાબિલની રીમેકમાં રસ બતાવી રહી છે. આ આપણા માટે સન્માનની વાત છે.

ઉલ્લેખનીય છે કે બોલીવૂડ બિઝનેસના પ્રથમ ત્રિમાસીક ગાળામાં કાબિલ (ઓનલાઈન પોલ મુજબ) બેસ્ટ ફિલ્મ હતી જોકે, એજ દિવસે રીલીઝ થયેલી શાહ‚ખ ખાનની રઈશ બિજનેસ મામલે મેદાન મારી ગઈ હતી. તો અંધ યુગલની ભૂમિકામાં હૃતિક રોશન અને યામી ગૌતમના અભિનયની ખૂબ તારીફ થઈ હતી.

કાબિલના પ્રોડયુસર રાકેશ રોશને જણાવ્યું કે મને આશા છે કે હોલીવૂડમાં પણ વન્ડરફૂલ ફિલ્મ બનશે. કાબિલની સ્ક્રીન પ્લે તાકાતવાળી છે. તેમાં ડ્રામા, લવ અને ઈમોશન્સનું બેલેન્સ છે. રાકેશ તેમની જાણીતી ફ્રેન્ચાઈઝ ક્રિશની આગલી કડીના નિર્માણમં વ્યસ્ત બની ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.