સોમવારે લોકોનો વિજય વિશ્વાસ ભાજપની સીટમાં કેટલો વધારો કરશે?

Gujarat Election2017
Gujarat Election2017

મોટાભાગના ઓપીનીયન પોલમાં ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનતી હોવાનું તારણ: સર્વે સાચા પડશે કે ખોટા ? સર્વત્ર એક જ ચર્ચા

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ૯ અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાયેલા મતદાન બાદ આગામી ૧૮મી ડિસેમ્બર એટલે કે સોમવારે રાજયના અલગ-અલગ ૩૭ સ્થળોએ સવારે ૮ વાગ્યાથી ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે. બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં તમામ બેઠકો માટેના પરિણામો જાહેર થઈ જશે.

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે બે તબકકામાં મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ ન્યુઝ ચેનલો અને ખાનગી એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે રાજયમાં ફરી સરકાર બનાવી રહ્યાનું તારણ આવી રહ્યું છે. આ સર્વે સાચા પડશે કે સર્વેના આંકડામાં કશુ આઘુ પાછુ થશે તેના પર લોકોની મીટ મંડાયેલી છે. રાજયના ૩૩ જિલ્લાની ૧૮૨ બેઠકો માટે અલગ-અલગ ૩૭ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવશે. સવારે ૬ કલાકથી તમામ ચૂંટણી સ્ટાફને મતગણતરી સ્થળે પહોંચી જવા માટે તાકીદ કરવામાં આવી છે.

૮:૦૦ કલાકથી થનારી મતગણતરીમાં સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ ઈવીએમની ગણતરી શ‚ કરાશે. દેશમાં સૌપ્રથમવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે મતગણતરીમાં વીવીપેટને ધ્યાને લેવામાં આવશે. મતગણતરીના પ્રથમ ૧ કલાકમાં જ રાજયમાં કોની સરકાર બની રહી છે તે વાત લગભગ કલીયર થઈ જશે. ૧૨:૦૦ વાગ્યા સુધીમાં મોટાભાગની બેઠકોના પરીણામો જાહેર થઈ જશે.

રાજકોટ જિલ્લાની ૮ બેઠકો માટે કણકોટ ખાતે આવેલી સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગણતરી કેન્દ્રની બહાર જે-તે રાજકીય પક્ષોના સમર્થકો કે સામાન્ય લોકો પણ પરીણામ જાણી શકે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

મતદાન કેન્દ્રની બહાર મોટી એલઈડી સ્ક્રીન રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ ૧૧૫ બેઠકો પર શાનદાર જીત હાંસલ કરી સતા‚ઢ થયું હતું ત્યારે કોંગ્રેસને ફાળે ૬૧ અને અન્ય પક્ષને ફાળે ૭ બેઠકો ગઈ હતી. ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૫૦+ બેઠકના લક્ષ્યાંક સાથે ઝંપલાવ્યું હતું. મતદાન બાદ હાથ ધરવામાં આવેલા સર્વેમાં ભાજપની સરકાર બની રહી હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે પરંતુ એક પણ સર્વેમાં ભાજપને ૧૫૦+ બેઠકો મળતી નથી. ભાજપ કેટલી બેઠકો સાથે ગુજરાતમાં ૭મી વખત સતા‚ઢ થશે તે વાત પરથી આગામી સોમવારે પડદો ઉંચકાશે.

Loading...