Abtak Media Google News

એશિયાના સૌથી ધનાઢય મુકેશ અંબાણીએ નાનાભાઇ અનિલ અંબાણી પર ઉભુ થયેલું જેલવાસનું સંકટ દુર કરવાનું નિર્ણયનું અમલ કરીને અતિલ અંબાણીનું સંકટ નિવારર્યુ હતું. ત્યારે મુકેશનું આ પગલું તેના માટે ધંધાદારી લાભનું કારણ બનવા જઇ રહ્યું છે. મુકેશ અંબાણીએ પોતાના ભાઇ અનિલનું કરજ ભરીને તેનો જેલવાસનું સંકટ દુર કરવાની સાથે સાથે રિલાયન્સ કોમ્યુનિકેશનની મિલકતો ખરીદવાની કવાયત કરી પોતાના ભાઇનું રિલાયન્સ કોમ્યુનીકેતન ની નાદારીની શકયતા સામે અનિલ અંબાણી મદદ બદલ મુકેશનું ખુબ જ સસ્તા ભાવે આરકોમની મીલકતો મળશે.

સોમવારે મુકેશે પોતાના નાનાભાઇ અનિલ અંબાણીને છેલ્લા ઘડીએ મદદરુપ થવાનું જાહેરાત કરીને એરિકશનને ૮૦ મિલિયનનું ચુકવણું કરીને અનિલ અંબાણી ને ત્રણ મહિનાની જેલ ભોગવતા સહેજમાં બચાવી લીધો હતો.સોમવારે જયારે મુકેશ અંબાણીએ અનિલ અંબાણીને જેલમાં જતો બચવવા કરજની ભરપાઇ કરી હતી તેજ દિવસે રિલાયન્સ જીયો અને આરકોમ દ્વારા ૨૦૧૭માં રદ થયેલા કરારોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

૨૦૧૭માં ઓરકોમ અને જીયો વચ્ચે થયેલ કરારને મુદ્દે ફરીથી કોમવાદી શરુ થશે. મુકેશ અંબાણીની જીયોને ઓરકોમના એરિકશન અધિકારો અને એમના નેટવર્ક માટે ૧૭૩ બિલીયન ના નવા કરારો ફરીથી જીવંત થશે. મુકેશ અંબાણીને આરકોમના નેટવર્ક ની ખરીદી અને આરકોમના રોકાણથી ખુબ જ મોટો વ્યવસ્યાયિક ફાયદો થશે અને જીયોને આરકોમની મિલ્કતો ખુબ જ સસ્તા દરે મળી રહેશે.

અનિલ અંબાણીનો સંકટ દુર થતાંની સાથે જ મુકેશ-નીતા એ અનિલને બચાવી લીધાના સંદશાઓની ટવીટર પર ઘૂમ મચી ગઇ હતી. સોશ્યલ મીડીયા અને સમાચારોમાં ભાઇ-ભાભીના ખુબ જ વખાણ થવા લાગ્યા હતા. આરકોમે સોમવારે નિર્દેશ આપી દીધો હતો. કે મુકેશ સાથેની આ ડીલ ભારતમાં પ્રર્વતી નાદારીની પ્રક્રિયા અંતર્ગત કરવામાં આવી છે. એરિકશન નું કરજ ચુકવાતાની સાથે આરકોમના તળીયે બેસી ગયેલા શેરોમાં ૧૦ ટકાનો ઉછાળો આવ્યો હોય અને આરકોમ અને જીયો વચ્ચેના કારારો વચ્ચે સમગ્ર વિશ્વમાંથી પુછપરછનો દોર શરુ થઇ ગયો છે. નાદારીના કાયદા અંતર્ગત કોર્ટ એક સમીતીની રચના કરી આરકોમની મિલ્કતો અને તેની વેચાણની પ્રક્રિયાની સમીક્ષા કરવાનું જણાવ્યું છે. કંપનીને નાદાર થતા બચવવા અને રોકાણકારોની મુડીને બચાવવાની અઢા પ્રક્રિયાને ૨/૩ રોકાણ કારોની અનિવાર્ય સહમતિ માટેની પ્રક્રિયા શરુ થઇ છે.

દેશના કોર્પોરેટ કાયદાના નિષ્ણાંત કુમારે જણાવ્યા હતું કે કોઇપણ કંપનીની નાદારીની પ્રક્રિયા માટે નિશ્ર્ચિત નીતી નિયમોનું  અલગ અનુકરણ કરવાનું હોય છે ૨૦૧૭માં અનિલ અંબાણીને ફાયદો આપ્યો હતો કે આરકોમનની સુડીને આંચ પણ આપવા દેવમાં નહિ આવે આરકોમની આ આર્થિક ભારતના  સૌથી જગતમાં સૌથી મોટી બાબત બની રહેશે.

અનિલ અંબાણીની છેલ્લી ઘડીએ સહાય માટે આવેલા મુકેશ અંબાણીએ નાદારીને આરે આવીને ઉભેલી આરકોમને છેલ્લી ઘડી એ બચાવી લઇને કંપની અને તેના રોકાણકારોને જબરી ખોટમાંથી ઉગારી લીધા છે. તેની સામે મુકેશ અંબાણીને આરકોમનું નેટવર્ક  ભારતના પ્રવર્તમાન નાદારીની પ્રક્રિયાના કાયદો અંતર્ગત મુકેશ અંબાણીને આરકોમની મિલ્કતો સસ્તા ભાવે પ્રાપ્ત થવાનો લાભ નિશ્ચિત બન્યો છે.

સતકાર્ય કરનારઓને તેનું વળતર અવશ્ય જ પ્રાપ્ત થાય છે ભલાઇનો બદલો ભલાઇથી આપવાના કુદરતી ન્યાયના આ સિઘ્ધાંત મુજબ પોતાના નાનાભાઇને જેલમાં જતાં બચાવવા મુકેશે કરેલી મદદ હવે તેને મોટું આર્થિક લાભનું કારણ બની જશે. ન્યાયમૂર્તિ જણાવ્યું હતું કે આરકોમની આ સ્થિતિ માટે કોની નિષ્ફળતા ગણવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.