૨૦૧૬માં વોન્ટેડ યુસુફનો પાસપોર્ટ કેવી રીતે રીન્યુ થયો ?

135

૨૦૦૩નો મોસ્ટ વોન્ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો: એટીએસને મળી સફળતા

ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચ અને એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડે ૨૦૦૩નાં મોસ્ટ વોન્ટેડ યુસુફ અબ્દુલ વહાબ શેખને અમદાવાદ એરપોર્ટથી ઝડપ્યો છે. સાઉદી અરેબીયાથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ એટીએસ યુસુફની અટકાયત કરી હતી. ૨૦૦૩નાં મોસ્ટ વોન્ટેડ આરોપી યુસુફ અબ્દુલ વહાબ શેખ પર આતંકી પ્રવૃતિઓ માટે રૂપિયા મોકલવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર યુસુફ ૧૯૯૯માં સાઉદી અરેબીયા ગયો હતો પરંતુ તે તેનાં ગુજરાત સ્થિત તેનાં ભાઈ અબ્દુલ મજીદ સાથે નિયમિત સમયાંતર પર સંપર્કમાં હતો. તેમણે ગુજરાતમાં આતંકી પ્રવૃતિઓ માટે ૩ વખત રૂપિયા મોકલાવ્યા હતા જેમાં તેને આંગડીયાનો ઉપયોગ કર્યો હતો.

પોલીસનાં જણાવ્યા અનુસાર ૨૦૦૩નાં જેહાદી કાવતરાનાં કેસમાં હજુ પણ ૩૫ આરોપીઓ મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયા છે તેમાંથી કેટલાક સાઉદી અરેબીયામાં વસવાટ કરતા હોય તેવું સામે આવ્યું છે. જયારે અનેકગણા આરોપીઓ પાકિસ્તાનમાં રહે છે. આ કેસમાં કુલ ૬૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી ૨૨ જુદી-જુદી અદાલતો દ્વારા પણ તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. પ્રશ્ર્ન ઉદભવિત એ થાય છે કે, મોસ્ટ વોન્ટેડ ગણાતા યુસુફનો પાસપોર્ટ ૨૦૧૬માં જેદાહનાં ઈન્ડીયન એમ્બેસીમાંથી કેવી રીતે રીન્યુ થયો ?

ગુજરાત એટીએસ હાલ આ દિશામાં કાર્યવાહી કરી રહી છે અને પાસપોર્ટ જે રીન્યુ થયો તે થવા પાછળનું કારણ શું હોય શકે તેની પણ અત્યારનાં શોધખોળ ચાલી રહી છે ત્યારે મુખ્ય પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે કોઈપણ ચકાસણી કર્યા વગર કે પછી કયાં કારણોસર મોસ્ટ વોન્ટેડ આરોપીનો પાસપોર્ટ રીન્યુ કરવામાં આવ્યો. ૫૯ વર્ષીય મહમદ યુસુફ અબ્દુલ વહાબ શેફખ અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં રહે છે. તેનાં ઘર પર સીબીઆઈ અને એટીએસની રાબેતા મુજબની બાજ નજરનાં કારણે તેની ગતીવિધિ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. જે કેસમાં આરોપી યુસુફની ધરપકડ કરવામાં આવી છે તેમાં અન્ય આરોપીઓમાં સોહિલ ખાન, મુફતી સુફીયાન પતાંગીયા, રસુલખાન, છોટા શકીલ અને દાઉદ ઈબ્રાહીમની શોધખોળ ચાલુ છે.

આ તકે જયારે પોલીસ અધિકારીઓ દ્વારા પાસપોર્ટ રીન્યુ માટે પુછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ બેડાનાં વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એમ્બેસી પાસે કોઈ પણ પાસપોર્ટ અરજદારનાં પૂર્ણ ડેટા હોતા નથી જેનાં કારણે આરોપીનો પાસપોર્ટ રીન્યુ થઈ શકયો હોય. જયારે બીજી તરફ ગુજરાતનાં નિવૃત ડીજીપી ચિત્રંજનસિંગે ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, તમામ ભારતીય એમ્બેસીઓને માહિતી હોય છે કે, કયો આરોપી મોસ્ટ વોન્ટેડ છે અને ફરાર છે ત્યારે અબ્દુલ વહાબનો પાસપોર્ટ રીન્યુ થવો તે એક સૌથી મોટો પ્રશ્ર્નાર્થ ઉદભવિત થાય છે.

Loading...