મિત્રતા આ કેવી અનોખી!

શબ્દોની આ જોડી,

જોડીમાં ભલે પ્રીત રહે થોડી,

પ્રીતની આ રીતને કદી ન તોડી,

રહે જીવનની ગાથામાં અણગમ આ જોડી,

સુખ દુ:ખને સંગાથે વ્હોરી,

વચ્ચે ન આવે કોઈ અનહોની,

ચિરંજીવ રહે આ યાદો સૌની,

મિત્રતા ન થાય અમારી નોખી,

રહે બસ મિત્રતા આ અનોખી,

ભૂલી બધી ફરિયાદો નોખી-નોખી,

કદાચ બદલાય સમયની ઘડી,

પણ કેમ ભૂલી શકાય આ પ્રીતની જોડી,

હાસ્યની તું જ છે સાચી જોલી,

મૌનને સમજી લે તું ફરી-ફરી,

શબ્દોની ક્યાં હોય છે અહીં ગણતરી,

માત્ર ઈશારો કહી દે છે વાતો ઘણી,

બસ, પ્રાર્થના કરું ભગવાનને સંબોધી,

અમારી મિત્રતા રહે જગમાં અનોખી.

Loading...