Abtak Media Google News

જો તમે પણ ડાયાબિટીસના દર્દી હો અથવા તો વજન ઘટાડવા માટે શુગર ફ્રી ગોળીઓનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો. શુગર ફ્રીની ગોળીઓ સ્વાસ્થ્યને ફાયદો નહીં નુકસાન પહોંચાડે છે. તમને કદાચ જ ખબર હશે કે ભોજનમાં મીઠાશ ઉમેરવા વપરાતું આર્ટિફિશિયલ સ્વીટનર તમને હાઈ બ્લડપ્રેશર, હૃદય સંબંધિત બીમારીઓ અને ડાયાબિટીસ તરફ ધકેલે છે.

લોકોને લાગે છે કે ખાંડના બદલે આર્ટિફિશયલ સ્વીટનરનો વપરાશ કરશો તો હેલ્ધી રહેશે. પરંતુ તેઓ આ બાબતથી અજાણ છે કે આર્ટિફિશિયલ સ્વીટનર સ્થૂળતા અને હૃદય સંબંધિત બીમારીઓની નજીક લઈ જાય છે. આર્ટિફિશિયલ સ્વીટનરમાં એસ્પાર્ટેમ, સુક્રલોઝ અને સ્ટેવિયા જેવા તત્વો રહેલા છે. જેના કારણે વ્યક્તિને હૃદયરોગ, હાઈબ્લડ પ્રેશર અને શુગર જેવી બીમારીઓ થાય છે. માટે શુગર ફ્રી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક રૂપ સાબિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.