Abtak Media Google News

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈન્ટરેસ્ટ સબસીડી યોજનાની મુદત વધારાઈ

લોકોના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા મોદી સરકાર કમર કસી રહી છે. તાજેતરમાં જ સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ રૂ.૨.૬૦ લાખની સબસીડી જાહેર કરી હતી. આ સબસીડી યોજના હજુ ૧૫ મહિના ચાલશે. સરકારે યોજનાની અવધી વધારી છે.

ગત વર્ષે તા.૩૧ ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદીએ ક્રેડીટ લીંક સબસીડી સ્કીમ (કલાસ) જાહેર કરી હતી. આ સ્કીમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ખરીદનાર મધ્યમ આવક ધરાવનાર પરિવારને રૂ.૨.૬૦ લાખની વ્યાજ સબસીડી મળવાની છે. યોજનામાં સબસીડી લાભાર્થીના લોન એકાઉન્ટમાં જમા થશે. પરિણામે લાભાર્થીને હપ્તા ઓછા ભરવાના રહેશે.

અલબત આ યોજનાનો લાભ પરિવારમાં કોઈના નામે મકાન નહીં હોય તેને મળશે. આ સ્કીમ હેઠળ રૂ.૬ લાખથી ૧૨ લાખની આવક ધરાવનારને વ્યાજમાં ૪ ટકાની સબસીડી મળશે. સરકારના પ્રોત્સાહનોના પગલે લોકો ઘરનું ઘર લઈ શકે છે. મોદી સરકારે ગત વર્ષે આ મામલે ઘણી મહત્વની જાહેરાતો કરી હતી. સરકાર ૨૦૨૦ સુધીમાં લાખો મકાનો બનાવવાનો ટાર્ગેટ રાખી તેના પર કામ કરી રહી છે. રૂ.૧૨ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારને ૯૦ સ્કવેર મીટર ઈન્ટરેસ સબસીડીનો લાભ મળી શકે છે.

આ ઉપરાંત જેઓ વર્ષે રૂ.૧૨ થી ૧૮ લાખ વચ્ચે આવક ધરાવતા હોય તેવા પરિવારોને ૧૧૦ સ્કવેર મીટરના મકાનની લોનમાં પણ આ યોજનાનો લાભ મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.