Abtak Media Google News

દરેક ગુજરાતી ઘરમાં અવારનવાર બનતી આ ખૂબ જ પ્રખ્યાત તેવી ભાખરી. ક્યારેક નાસ્તામાં લેવાતી તો પછી ક્યારેક જમવામાં દરેક સમયે ગુજરાતીની પ્રિય આ ભાખરી. જે ભળી જાય ચા હોય કે પછી શાક કે પછી અથાણાં સાથે તેવી આ ભાખરી. દરેક માટે હોય છે એક સવાલ કેવી રીતે બનાવી તેને ક્રિસ્પી?  તો ઘર આ રીતથી બનશે તમારી ભાખરી એકદમ ક્રિસ્પી.

ભાખરી બનવા માટેની સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ ઘઉંનો કરકરો (જાડો) લોટ
  • તેલ
  • સ્વાદ અનુસાર મીઠું
  • ઘી

ભાખરી બનાવવાની રીત :

  • લોટમાં સ્વાદ અનુસાર મીઠું નાંખો .
  • ચાર ચમચી તેલ નાંખો.
  • લોટની એકદમ ભેળવી લ્યો.
  • થોડું થોડું પાણી લઇ લોટ કઠણ બાંધો .
  • હવે ગસ પર તાવડી (માટી ની બનેલી હોય) અથવા તેના હોય તો લોઢી મુકો .
  • મોટું લુંવું લઇ હાથમાં એકદમ ગોળ લુંવું બનાવો .
  • હવે તેને ગોળ વણો .
  • તાવડી પર ધીમા તાપે બંને પડ ને શેકો .
  • બંને પડ એક વખત શેકાઈ  ગયા બાદ ગેસ  પર ભાખરીને ફુલાવો .
  • ભાખરી તૈયાર થાય પછી ઘી લગાવી પીરસો .

તો અવશ્ય આ રીતે બનાવી જોજો ભાખરી. પછી અનેક વાર થશે તમારી  માટેની સૌ તરફથી ખાસ ફરમાઇશ.

7537D2F3 8

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.