Abtak Media Google News

વડોદરાની એમ.એસ. યુનિ. એ યોજયો વેબિનાર

વડોદરાની એમ.એસ. યુનિ.ની લો ફેકલ્ટી દ્વારા ધો. ૧ર તથા સ્નાતક થયા પછી દેશ વિદેશમાં કાયદા ક્ષેત્રે કેવી રીતે કારકીર્દી ઘડી શકાય તે અંગે માર્ગદર્શન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફેકલ્ટી ઓફ લો ઘી મહારાજા  સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ધોરણ ૧૨ અને ગ્રેજ્યુએશન પછી ભારત અને વિદેશમાં કાયદાના ક્ષેત્રમાં કારકિર્દીના ઘડતર માટે વેબિરનારનું આયોજન ૧૦મી જૂનના રોજ  કરવામાં આવ્યું હતું.

વેબિનારમાં પ્રથમ વક્તા જનની ઐયર (હેડ લીગલ વી.જે.ટી.એફ એડયુસર્વિસીસ, મુંબઈ) દ્વારા વિધાર્થીઓને લો ફર્મની કામગીરી અને એમાં રહેલી તકો અંગેની  માહિતી આપી હતી.

આ ઉપરાંત વિધાર્થીઓને ભવિષ્ય માં સફળ થવા માટે કાર્યદક્ષતા, કાર્યક્ષમતા અને હંમેશા કામ માટે તૈયાર રહેવા જેવી આવડતો પર ભાર મૂકવો જોઈએ તેમ જણાવ્યું હતું. દ્વિતીય વક્તા કૃતિકા શર્મા લીગલ આસસિસ્ટન્ટ મેડિસન લો ફર્મ મિંનયોપોલિસ, યુ.એસ.એ દ્વારા વિદ્યાર્થીઓને ભારત તેમજ અન્ય દેશો જેવા કે યુકે, અમેરિકા, કેનેડા અને સિંગાપુરમાં કાયદાના ક્ષેત્રમાં રહેલી તકો વિશે જણકારી આપી હતી અને લો ફેકલ્ટીના આસીસ્ટન્ટ પ્રોફેસર કેતન દેસાઈ દ્વારા લો ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા અને અન્ય પાસાઓ અંગે માહતી આપી  વેબિનારનું આયોજન ફેકલ્ટી ડીન  ડો (પ્રો) ભાવના મેહતાના નિર્દેશન હેઠળ કરવામાં આવ્યું. આ સત્રનું સંચાલન ફેકલ્ટીના એસોસિએટ  પ્રોફેસર ડો.અર્ચના ગાડેકર અને આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. કવિતા ગોયલ  દ્વારા કરવામાં આવ્યું હતું.  આ વેબિનારને ૨૫૦ થી વધુ  લોકો દ્વારા ગૂગલ મીટ તથા  ફેકલ્ટીના ફેસબુક પેજ પર પણ લાઈવ જોવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.