Abtak Media Google News

આપણે નાના હતા ત્યારે શેરી રમતો રમતા હતા,મિત્રો સાથે આખી શેરી ખૂંદી વળતાં હતા તે સમયે આપણે શું કરતાં હતા કયા કોની સાથે રમતા હોય એ આપણાં માતા પિતાને પણ ખબર ન હોય એટલી રમતો રમતા હતા અને એ રમતો પણ આપણને ઘણું બધુ શિખળાવતી હતી. પરંતુ આપણાં જ બાળકો વિષે વિચારીએ તો એ કેવા પ્રકારની સર્વાંગી વિકાસમાં મદદરુપ થાય એવી રમતોમાં વ્યસ્ત છે ખરા??? તો ચોકકસપણેઇનો જવાબ હશે ના, કારણકે આજના યુગનું દરેક બાળક કાંતો મોબાઈલ કાંતો ટી.વી.માં સતત વ્યસ્ત હોય છે, જે તેને અનેક સ્વરૂપથી નુકશાનકર્તા છે. જ્યારે બીજી બાજુ બાળકો તેના બાળપણની અનેક વાતો માત્ર માતા પિતાની વ્યસ્તતાને કારણે ખોઈ બેસે છે. તેવા સમયે બાળકોને પુસ્તકો અન્ય રમતો પ્રત્યે પ્રોસ્તાહિત કરવા કઈક આવું કરવાની જરૂરત છે.Ipads In School 1

જ્યાં સુધી બાળક લખતા વાંચતાં નથી શિખયું હોતું ત્યારે તેને એવા રમકળા આપવા જોઈએ જેના દ્વારા એ રંગો અને આકારને ઓળખતા શીખે.

ત્યાંર બાદ એવા રમકળા આપવા જોઈએ જે તેને અક્ષર જ્ઞાનની સાથે રંગ અને આકારનો તાલમેલ સાધી શકે….

બાળક જયરે શાળાએ જવાનું શરૂઆત કરે છે ત્યારે તેને અક્ષર જ્ઞાનની સાથે સાથે તેને જોડી રાખે તેવી રમતો અને ચાર્ટથી વાકેફ કરવા જોઈએ જે તેનો ઉત્સાહ વધારે છે સાથે સાથે આજુ બાજુના વાતાવરણમાં પણ સહભાગી પણ થાય છે .જેમાં વર્ડ ગેમ્સ, ચાર્ટ એક્ટિવિટીનો સમાવેશ થાય છે.

બાળક જ્યારે વાંચતાં શીખે છે ત્યારે તેના પ્રથમ મિત્ર તરીકે તેની ઓળખાણ પુસ્તકો સાથે કરવો. જેમાં બોધ વાર્તાઓન અને કાલ્પનિક વાર્તાઓનો સમાવેશ થાય છે.જેનાથી બાળકની કલ્પનાશક્તિને વેગ મળે છે સાથે સાથે શબ્દભંડોળ પણ વધે છે.

પુસ્તકોનથી એક વાર બાળકોને જો લગાવ થાય છે તો જીવનભરણો સાથી બની જાય છે જે તેને દરેક જગ્યાએ ઉપયોગી સાબિત થાય છે. પુસ્તકો બાદ તેની શબ્દોને સુધારવા તેની બોલીને સુધારવા માટે તેની પાસે ધીમે ધીમે છાપું વાંચવો જેના દ્વારા તેની ભાષા પણ સ્વચ્છ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.