ઘર બેઠાં કામ કરવાથી ઉભી થતી મુશ્કેલીઓથી કેવી રીતે છુટછાટો મેળવશો

લોકડાઉનના સમયમાં વર્ક ફ્રોમ હોમ વધ્યું છે ત્યારે

લાંબો સમયે બેસી અથવા યોગ્ય રીતે નહીં બેસવાથી કેટલાંય મુશ્કેલીઓ ઉભી થાય છે. સતત લાંબો સમય બેસી રહી કામ કરવાથી ગરદન તથા પીઠના દર્દ થાય છે આ દુ:ખાવો લાંબા સમયે કાયમી મુશ્કેલી પણ સર્જે છે.

હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ત્યારે લોકોને પોતાની ઓફીસ કે કામના સ્થળે કામ કરવાને બદલે કામ કરવાની તક મળી છે ઘરેથી કામ કરતી વેળાએ ઓફીસમાં બેસી જે રીતે કામ થતું હોય તેના બદલે અલગ સ્થિતિમાં બેસી કામ પણ કરવામાં આવતું હોય છે. આવી સ્થિતિમાં શરીરને નુકશાન થઇ શકે છે.

ઘરે બેસીને કામ કરતી વેળાએ ગરદન, પીઠ અને શરીરના દુ:ખાવાથી કઇ રીતે રાહત મેળવી શકાય? કઇ રીતે આવી સમસ્યાથી દૂર રહી શકાય તે અંગે આહાર નિષ્ણાંત ઋજુતા દિવેકરે કેટલક સુચનો કર્યા છે. તે જાણીએ તમે કામ કરવા એવી જગ્યાએ બેસો જયાંથી બહાર જોઇ શકાય જેનાથી તમારી તમારી આંખોનું ફોકસ નજીક તથા લાંબે સુધી કરી શકાય છે. દૂર સુધી જોઇ શકવાથી લેપટોપ કે કોમ્પ્યુટર પર બેસીને સ્ક્રીન પર તાકી તાકીને જોવા વચ્ચે થોડી રાહત મળશે.

પગને આરામ મળે તે માટે બેસતી વેળાએ પગ તળીયા અડીને રહી શકે તેવો નાનુ સ્ટુલ કે ઓશિકુ રાખો એટલે તમારૂ ઘુંટણ ખૂલો રહેશે અને પગમાં લોહીનું પરિભ્રમણ થશે અને તમારી કરોડરજજુ બગડતી અટકશે.

ખુરશી પર બેસો ત્યારે પગ એકબીજા સાથે વાળીને બેસો આ રીતે કાયમ બેસવાની ટેવ પાડો પગ વાળાને એટલે કે ક્રોસ કરીને બેસવાથી તમારી કરોડરજજુ ખેંચાયેલી રહે છે અને કમરનો દુ:ખાવામાં ઘટાડો થાય છે.

અડધા કલાક સુધી બેસો ત્યારે દર અડધા કલાકે ઓછામાં ઓછું ત્રણ મિનિટ માટે ઉભા રહો.

પગ પહોળા કરો અને નીચા વળો અને પાંચ સેક્ધડ સુધી તમામી કમર સીધી રાખો.

ખુરશી પર બેઠા હો ત્યારે તમારા બન્ને હાથ હેન્ડલ પર રાખી તમારા શરીરને ઉંચુ કરવાની કોશિષ કરો આ રીતે પાંચ સેક્ધડ સુધી રહો.

ખુરશી પર બેઠા બેઠા બીજી કસરત એ કરી શકો કે તમે પગ લાંબા કરી ઉંચા કરો દર અડધા કલાકે પાંચેક વાળી આવું કરી શકો છો.

તમે થોડા મજબૂત બન્યા બાદ એટલે કે સક્ષમ  હો તો તમે જમીન પર બેસીને કામ કરો જમીન પર બેસતી વેળા રજાઇ કે ધાબળો ત્રણ ગણા વાળી જમીન પર રાખી તેના પર બેસીને કામ કરો. જો જરૂર જણાય તો તમે દિવાલના ટેકે પણ બેસી શકો છો. તમને એમ લાગતું હોય કે દિવાલના ટેકાની જરૂર નથી તો દિવાલથી થોડા દૂર હતી આ રીતે કામ કરી શકો છો! તમે બેવડાવાળેલા એટલે કે પલાંઠીવાળા હોય તે સમયાંતરે બદલતા રહો.

Loading...