ચિંતા ચિત્તા સમાન..!ચિંતાને કેવી રીતે દૂર કરશો ?

આજે જિંદગી દરેકની એવી વ્યસ્ત થઈ ગયી છે, ક્યારેક એમ થાય કે આ વધતું ચિંતા દૂર કેમ કરવું ? ત્યારે કામમાં પણ ક્યારેક ધ્યાન નથી રહેતું સાથે સંબંધોમાં પણ તેના કારણે ધ્યાન નથી રહેતું. તો આ બધી અનેક સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવું અને જીવનને સરળ બનાવી શકાય છે. તો આજે જીવનમાં આટલા બદલાવ લાવો આ ચિંતાની સમસ્યાથી મુક્તિ મેળવો.

વિચારોને દર્શાવો

ક્યારેક જીવનમાં કોઈ એક વાત જે ના ગમતી હોય અને તે અચાનક સામે આવે તો તેના કારણે ટેન્શન થઈ જતું હોય છે. આ એક વાતને લઈ અનેક ખોટી વાતો મનને હેરાન કરે છે. તો આવું ના થાય તે માટે  કોઈપણ વ્યક્તિને પોતાના વિચારોને કોઈ સાથે કહેતા અચકાવ નહીં અને તેનાથી હળવાશની અનુભૂતિ કરો. આવું કરવાથી ચિંતા દૂર થઈ શકશે.

ગમતી વસ્તુને શોધો

જીવનમાં ચિંતા તે કામના કારણે તો આવે જ છે પણ તેનાથી દૂર રહેતા ત્યારે વ્યક્તિ શીખી શકે જ્યારે તે પોતાની ગમતી વસ્તુને સમય આપે અને તેની સાથે જોડાતા જાય ત્યારે જ તે પોતાના ટેન્શનને સરળતાથી દૂર કરી શકશે.

વાતાવરણને માળો

સમય સાથે વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખતા ભૂલી ગયા છો. ત્યારે સવારે અને સાંજે જ્યારે અનુકૂળતા હોય  ત્યારે વાતાવરણ સાથે સમય  વિતાવો તેના કારણે ચિંતા દૂર થઈ શકે છે. ત્યારે કુદરત સાથે સમય બનાવો અને જીવનમાંથી આ ટેન્શન નામના શબ્દને દૂર કરો.

Loading...