Abtak Media Google News

છેલ્લા દોઢ વર્ષથી હેન્ગરમાં પડેલા ચાર્ટર એરક્રાફટની ટેકનીકલ તપાસ વગરની જ ઉડ્ડાને પાંચ લોકોના જીવ લીધા

૨૬ વર્ષિય જુનુ ચાર્ટર એરક્રાફટ ૨૦૦૯માં અલ્હાબાદમાં ઈજાગ્રસ્ત થયું હતુ ત્યારબાદની પ્રથમ ઉડ્ડાને મોટી જાનહાની સર્જી

ગુરૂવારે મુંબઈના ઉપનગરીય વિસ્તાર ઘાટકોપરમાં ૨૬ વર્ષિય જુનુ ચાર્ટર એરક્રાફટ ફ્રેશ થતા નાશભાગ મચી ઉઠી હતી ક્રન્સ્ટ્રકશન સાઈટ પર આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા પાંચ લોકોના મોત નિપજયા છે. પરંતુ આ બનાવ પરથી એ આશ્ર્ચર્યજનક ઘટસ્ફોટ થયો છે કે આ ચાર્ટર એરક્રાફટનું ઉડ્ડયન ક્ષમતા સર્ટીફીકેટ જ નથી એટલે કે આ વિમાન ઉડ્ડયન કરી શકે. તે માટે સક્ષમ જ નહતુ તો પછી આ એરક્રાફટ ઉડ્યું કેવી રીતે ? જાનહાનીની આ ઘટના માટે ગુન્હેગાર કોણ? તેવા અનેક સવાલો ઉઠ્યા છે.

આ ચાર્ટર એરક્રાફટે છેલ્લા નવ વર્ષ બાદ તેની પ્રથમ ઉડાન ભરી હતી. તે પ્લેન અત્યાર સુધી હેન્ગરમાં રખાયું હતુ તો શું હેન્ગરમાંથી ઉડ્ડયન માટે બહાર કાઢ્યા બાદ આ પ્લેનની ટેકનીકલ તપાસ નહિ થઈ હોય? તેવા અનેક પ્રશ્ર્નો એરપોર્ટ ઓથોરીટીની કામગીરી પર ઉભા થયા છે.

સામાન્ય રીતે, કોઈ પ્લેનનોક ઉડ્ડયન માટે ઉપયોગ કરવામાં ન આવે ત્યાં સુધી તે પ્લેનને એક ગોડાઉનમાં રાખવામાં આવે છે. આ ગોડાઉનમાં પ્લેનને જમીનથી મહંદઅંશે દૂર રાખવામાં આવે છે. જેને હેન્ગર કહેવાય છે. જયારે હેન્ગરમાંથી પ્લેનને ઉડાન માટે બહાર કાઢવામાં આવે ત્યારે તેની ટેકનીકલ તપાસ થતી હોય છે. અને ત્યારબાદ રનવે પરથી ઉડ્ડાન ભરે છે.

મુંબઈમાં બનેલા બનાવ પરથી કહેવાઈ રહ્યું છે કે, એરક્રાફટમાં ટેકનીકલ ખામી સર્જાતા જ દુર્ઘટના સર્જાઈ છે જો ટેકનીકલ ખામીથી જ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનો શું અગાઉ કોઈ તપાસ નહોતી થઈ? વગર ટેકનીકલ તપાસે જ પ્લેનને હેન્ગરમાંથી રન-વે પર ઉડાન ભરવા છોડી દેવાયું હતુ??

પ્લેન ક્રેશ બનાવમાં બંને પાયલોટ કેપ્ટન પ્રદીપ રાજપુત અને મારીયા જુબેરી સહિત એન્જીનીયર સુરભી ગુપ્તા, અને જુનીયર ટેકનીશ્યન મનીષ પાંડે તેમજ એક ક્ધટ્રકશન લેબર ગોવિંદ દુબે એમ પાંચ લોકો મોતને ભેટયા છે. પ્લેન ક્ધસ્ટ્રકશન સાઈટ પર ક્રેશ થયું એ વેળાએ ક્ધસ્ટ્રકશન બિલ્ડીંગ અંદર ૩૫ જેટલા મજૂરો જમી રહ્યા હતા જોકે એક ગોવિંદ દુબે સિવાય તમામનો આબાદ બચાવ થયો છે. અધિકારીઓની બેદરકારીએ મોટી દુર્ઘટના નોતરી છે. અને પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. જણાવી દઈએ કે, વષૅ ૨૦૦૯માં આ ચાર્ટર એરક્રાફટ અલ્હાબાદમાં ખૂબજ ઈજાગ્રસ્ત થયું હતુ અને ત્યારબાદ તેને દોઢ વર્ષથી હેંગરમાંજ રાખી મૂકાયું હતુ વર્ષ ૨૦૦૯ બાદ પ્રથમ વખત તેને ઉડ્ડયન માટે બહાર કઢાયું હતુ ધુવાય એવીએશનના અકાઉન્ટોબલ મેનેજર અનીલ ચૌહાણે કહ્યું કે, આ પ્લેન ૨૦૦૯માં ઈજાગ્રસ્ત થયાબાદ રીપેર માટે ઈન્દામેર કંપનીને સોંપાયું હતુ અને હજુ સુધી કંપનીએ પ્લેનને પરત કર્યું નહતુ. આ પ્લેનને ઉડ્ડયન માટેનું સર્ટીફીકેટ પણ હજુ સુધી પ્રદાન થયું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.