Abtak Media Google News

સરાહાની પોસ્ટે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો બીસીસીઆઈ અને અન્ય બોર્ડે તે વ્યકિતનું એક્રેડેશન રદ કર્યું

છેલ્લા કેટલાક સમયથી જાતીય સતામણીના કિસ્સા વધી રહ્યા છે. કામકાજની જગ્યાઓ પર બોસ કે ઉપરી અધિકારીઓ દ્વારા મહિલાઓ શોષણનો ભોગ બની રહી છે. ગત સપ્તાહે ૨૪ વર્ષીય સરાહ વરીશ નામની એક ફિલાન્સ ક્રિકેટ જર્નાલિસ્ટે પોતાની આપવીતી ફેસબુક પર શેયર કરી છે.

સરાહા પોતાના જ ક્ષેત્રના સિનિયર જર્નાલિસ્ટ દ્વારા જાતીય સતામણીનો ભોગ બની. સરાહાની આ ફેસબુક પોસ્ટ ખુબ જ વાયરલ થઈ છે તેણે તેના સિનિયર પત્રકાર દ્વારા કરાયેલા શોષણની આપવીતી વ્યકત કરી છે. આ પોસ્ટ શેયર કરતાની સાથે જ તે સિનિયર પત્રકારનું એક્રેડીશન બીસીસીઆ અને અન્ય બોર્ડ દ્વારા રદ કરવામાં આવ્યું છે.

આ મહિલા પત્રકારે શા માટે સોશ્યલ મીડીયા પોતાની આપવીતી દર્શાવવા પસંદ કર્યું તે અંગે તેમણે કહ્યું કે, હું મારી આ વાત સોશ્યલ મીડિયા સમક્ષ એટલા માટે મુકુ છું કેમ કે ઘણા લોકો પોતાના પ્રોફેશનમાં પોતાના સિનિયર કલીગની સતામણીનો ભોગ બનતા હોય છે પરંતુ આ અંગે બધા ચુપ રહે છે. કોઈ પગલા ભરવાનું પસંદ કરતા નથી.

સરાહાએ જણાવ્યું કે ગત જુનમાં મેં ફેસબુક પર મારો એક આર્ટીકલ શેયર કર્યો હતો. જેમાં મેં ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટ વર્લ્ડકપ અંગે આર્ટીકલ લખ્યો હતો. મારી પોસ્ટના માત્ર અડધા કલાક પછી આ સિનિયર પત્રકારે મારા કામની સરાહના કરી મને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું અને કહ્યું કે હું મારું લખાણ આમ જ ચાલુ રાખુ ત્યારબાદ તેણે મારો વોટસએપ નંબર માગ્યો અને અહીંથી જ શરૂ થયું મારું હેરેસમેન્ટ.

મારો આર્ટીકલ વાંચ્યા પછી કેટલાય સિનિયર પત્રકારોએ મારા વખાણ કર્યા અને મને મારા કામ માટે સારું મહેનતાણું મળી તે માટે મને કહ્યું જોકે વ્યકિતએ મને ઈન્ટરનેશનલ મીડીયા ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું અને સારામાં સારી મીડીયા વેબસાઈટમાં કામ અપાવવાની લાલચ આપી અને આ મારા સેકસ્યુઅલ રેરસમેન્ટની લાલ બતી સમાન હતું.

જોકે મને એમ હતું કે આ મારા કામની કદર કરે છે પરંતુ ત્યારબાદ કેટલાક મહિનાઓ સુધી આ વ્યકિતનો કોઈ સંપર્ક થયો નહીં કે કોઈ પૈસાની પણ વાત થઈ નહીં. આ વર્ષે ફેબ્રુઆરીમાં એ વ્યકિત ફરી સંપર્કમાં આવ્યો અને વાતચીતની આપ-લે શરૂ થઈ. તેની મરજી મુજબ મારા આર્ટીકલમાં હસ્તક્ષેપ કરવાનું શરૂ કર્યું અને મારા આર્ટીકલમાંથી કેટલાક શબ્દોનો દ્વીઅર્થી પ્રયોગ કરી મને તેનો અર્થ પુછવામાં આવ્યો.

જોકે હું થોડુક મોડા પણ આ વ્યકિતના ઈરાદા સમજી ગઈ ધીરે ધીરે મે તેના મેસેજ અને કોલના જવાબ આપવાનું બંધ કર્યું પરંતુ કેટલાક દિવસ બાદ તેણે મને મહેરીન હસન સાથે મુલાકાત કરાવી અને કહ્યું કે તે મુસ્લિમ સ્ત્રીઓ પર એક બુક તૈયાર કરી રહી છે અને કેટલાક પ્રશ્નોવાબ માટે એક પ્રશ્નાલી તેણે તૈયાર કરી છે અને તે પ્રશ્નાલી તેણે મને મોકલી જેમા કેટલાક અભદ્ર કહી શકાય તેવા પ્રશ્નોસામેલ હતા. જે મારે ભરીને મોકલવાના હતા.

જોકે તે સમયે જ મને મહેરીન અને તે સિનિયર પત્રકારની મીલી ભગતની જાણ થઈ. આ પ્રશ્નાવલી દ્વારા સિનિયર પત્રકારે મહેરીનની મદદથી મને સેકસ્યુઅલ હેરેસમેન્ટ કરતા મેસેજ મોકલવા લાગ્યા. મેં નોટિસ કયૃ કે આ બંને વ્યકિતમાં સામ્યતા જોવા મળી બંનેની ભાષા તેમના ઈરાદા અને ખાસ કરીને મહેરીનનું ઈ-મેઈલ આઈડી મહેરીનનું ઈમેઈલ આઈડી ગુપ્ત રાખવામાં આવ્યું હતું.

એનો મતલબ તે કોઈ અજ્ઞાત વ્યકિત હતી. જોકે મેં જયારે આ અંગે તેને પુછયું ત્યારે તેણે જણાવ્યું કે, મહિલાઓ પોતાની માહિતી ગુપ્ત રાખે છે અને એટલે જ મે પણ મારું આઈડી ગુપ્ત રાખ્યું છે. આવુ કર્યા બાદ તેણે એમ કહ્યું કે, હું મારું આ આઈડી દસ વર્ષ પહેલા બનાવ્યું હતું. અગાઉ તેણે એમ કહ્યું હતું કે, તે ૨૮ વર્ષની છે તો એનો મતલબ એ કે તે ૧૮ વર્ષની ઉંમરે લેખીકા બની ગયા અને ત્યારે મને ચોકકસપણે ખ્યાલ આવી ગયો કે મહેરીનના નામે તે સીનીયર પત્રકાર મારી સાથે વાત કરે છે.

નસીબ સંજોગે મેં મારા નજીકના મિત્રો અને સ્પોર્ટસ મીડીયા ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા મોટા પત્રકારોને આ વાત જણાવી ત્યારે આ સિનિયર પત્રકારની હકિકત સામે આવી તેની સતામણીનો શિકાર હું એક જ નહીં પરંતુ અન્ય એક મહિલા પણ તેનો શિકાર બની હતી.

જોકે તે મહિલાએ આ સિનિયર પત્રકારની વગ અને હોદાને કારણે કોઈ એકશન લીધા નહી. જોકે મેં સોશ્યલ મીડીયા દ્વારા તે વ્યકિતની રમત બંધ કરવાનો નિર્ધાર કર્યો અને મને તેમાં સફળતા પણ મળી મારી પોસ્ટ વાયરલ થતા દેશ-પરદેશના મીડીયાએ તેની નોંધ લીધી.

આ સમગ્ર પ્રકરણમાં મહિલાના નામે જે રીતે મારી સાથે સેકસ્યુઅલ હેરેશમેન્ટ કરવામાં આવ્યું તે જોતા એવું લાગ્યું કે જો આ અંગે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો કામની જગ્યાઓ પર ઉપરી અધિકારીઓ દ્વારા થતુ શોષણ વધતું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.