Abtak Media Google News

લાઇફ આયોજિત પ્રવચનમાં ડો. સંજીવ પટેલ માર્ગદર્શન આપશે

લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેક્ટ લાઈફ,  દ્વારા આયોજિત આરોગ્યલક્ષી પ્રવચન શ્રેણી ’ શું કરીએ તો સાજા રહીએ’  અંતર્ગત આગામી તા. ૩૦ ઓગસ્ટ ને રવિવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યે સુધી  ડો. સંજીવ પટેલ, એમ.એસ. દ્વારા કિડનીના રોગ : પથરી, પ્રોસ્ટેટ, ઇન્ફેક્સનનું નિદાન કેમ કરવું ? વિષય ઉપર ફેસબુક લાઈવ પ્રવચન નું આયોજન કરવામાં આવ્યું છે.ડો. સંજીવ પટેલ સૌરાષ્ટ્રના પ્રખ્યાત યુરોલોજીસ્ટ છે. તેઓ નેશનલ એકેડમી ઓફ મેડીકલ સાઈન્સમાં મેમ્બર છે. વર્ષ ૧૯૯૮માં તેઓ એમ.એસ.ની ડિગ્રી મેળવી છે અને રાષ્ટ્રીય કક્ષા સ્તરે ગોલ્ડ મેડલ મેળવ્યું છે. કિડની થી સંબંધિત રોગો જેમ કે પથરી, પ્રોસ્ટેટ, ઇન્ફેક્સનનું નિદાન કરવામાં તેઓ નિષ્ણાત છે.

આજે કિડનીના રોગો વધુ પ્રમાણમાં બધી રહ્યું છે જે ચિંતાની બાબત છે. કિડનીના રોગોથી કેમ બચી શકાય તે બાબતમાં ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે આ પ્રવચન અપના માટે ઉપયોગી બની શકે છે. ફેસબુક લાઈવ પ્રવચનનાં લાભ લેવા વિનંતી.

વધુ માહિતી માટે (મોબાઈલ નંબર ૮૫ ૧૧ ૩૩ ૧૧ ૩૩ / ૦૨૮૧ ૨૪૭૯૧૩૩)નો સંપર્ક કરવા જણાવાયું છે. https://www.facebook.com/999life

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.