સાઈલન્ટ ક્લિર ઓસ્ટીયોપોરોસીસ રોગથી કેવી રીતે બચવું?

આધુનિક જમાનાની એક ગંભીર સમસ્યા: હાડકાનું ધોવાણ કરી નાખતી બિમારી એટલે ઓસ્ટીયોપોરોસીસ

દર વર્ષ ૨૦ ઓકટોબરના દિવસે વર્લ્ડ ઓસ્ટીઓપોરોસીસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય એટલો છે કે લોકોમાં ઓસ્ટીઓપોરોસીસ રોગ પ્રત્યે જાગૃતિ આવે, આજે ઘણા લોકો ઓસ્ટીઓપોરોસીસ રોગથી અજાણ છે. તેમજ તેને ગંભીરતાથી નથી લેતા સમાજ પણ ઓસ્ટીઓપોરોસીસના રોગીઓને ભાર માને છે. ત્યારે વધતી જતી ઉમરમાં ઓસ્ટીઓપોરોસીસ ખુબ સામાન્ય છે. આ રોગના લક્ષણો શું છે? આ રોગ શા માટે થાય છે? તેમજ આ રોગથી બચવા શું કરવું જોઇએ? આવા વિવિધ મુદાઓને લઇને વોકહાર્ટ હોસ્પિટલના જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. ઉમંગ શિહોરા સાથે ચર્ચા કરવામાં આવી હતી.

પ્રશ્ન:-ઓસ્ટીઓપોરોસીસ રોગ શું છે? તેના લક્ષણો શું  છે? તેના કયા લક્ષણ છે ? કેવી રીતે તેનાથી બચી શકાય?

જવાબ:- ઓસ્ટીઓપોરીસીસ ને સૌથી પેલા બે ભાગમાં વિભાજીત કરી દે છે પેલા ઓસ્યો ને બીજા શબ્દ પોરોસીસ ઓસ્ટયોનો મતલબ છે હાડકને લગતું ને પોરોસીસનો મતલબ છે પોલા થઇ થવું

પ્રશ્ન:- આ રોગને શું કામ સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે

જવાબ:- એવા રોગ હોય છે જેના લક્ષણો આપણને દેખાયતો તેના લક્ષણો જોઇને નિદાન કરી શકાય છે ઓસ્પો પોરોસીસ એવો શબ્દ છે જે દર્દીના શરીરમાં આગળ તો વધતો હોય, પણ તેના લક્ષણોના દેખાય ને તેના પ્રમાણે પેલો ગ્રેડ, બીજો ગ્રેડ એ સિવિયર પ્રમાણમાં આગળ વધી જાય છે. ને તે છુપી રીતે આગળ વધતી હોય છે તે નુકસાન કર્તા હોય છે. જયારે આપણે જાગીયે ત્યારે આપણા હાથમાં કાઇ રહેતું નથી હોતું તો આવા કેસ માટે આવી ક્ધડીશન માટે સાયલન્ટ કિલર જેવો શબ્દો વાપરી શકાય છે.

પ્રશ્ન:- ઓસ્ટીઓપોરોસીસ થવા પાછળના કારણો શું છે? તે થવા પાછળ કયાં કયાં કારણોને જવાબદાર કહી શકાય?

જવાબ:- ઓસ્ટીઓપોરોસીસ એ તમને મને કે કોઇપણને થઇ શકે છે. કોઇપણ વ્યકિતને થઇ શકે છે ૬૦ વર્ષથી ઉપરના વ્યકિતને થાય આપણું શરીર એક ડાઇનેમિક છે રોજ તેમા ઘણા ફેરફાર થતા હોય છે.તો એ ફેરફાર જેમ જેમ ઉમર વધતી જાય તેમ તેમ લાગુ પડતું જાય છે. તો આપણું બોર્ન એટલે હાડકા છે એ પણ એક પ્રકારનું અવયવ છે. એમાં પણ ધસારો લાગવાનો છે એમાં પણ હોર્મોન્સની અસરો થવાની છે. એમાં પણ કેમીકલની અસરો લાગવાની છે તેમાં પણ સ્ટ્રેશ લાગશે તો આ બધી વસ્તુને કારણે હાડકાનું પોલાણ ધીમે ધીમે વધતું જાય છે. પણ ખાસ એક વાત તમને અને દર્શક મિત્રોને પણ કેવી પડે કે લેડીઝમાં સ્ત્રીઓમાં આ રોગનું પ્રમાણ સૌથી વધારે પ્રચલીત છે. અને એનું મુખ્ય કારણ છે મેનોપોઝ ૪૦, ૫૫ વર્ષ પછી સ્ત્રીઓમાં કુદરતી ફેરફાર થાય માસીક ધર્મ બંધ થાય ત્યાર પછી હાડકાનું ઘોવાણ વધતું જાય છે. એટલે ખાસ કરીને સ્ત્રીઓમાં ૪૫ વર્ષ પછી ખુબ જોવા મળે છે.

પ્રશ્ન:-આના લક્ષણો શું હોય શકે તો લોકો તેનું નિદાન કરી શકે

જવાબ:- સાયલન્ટ કિલર આ વસ્તુ છે તો આ છુપી રીતે આગળ વધતી જાય છે આમ જોઇએ તો તેના લક્ષણ કોઇ જ નથી પણ સ્ક્રીનીંગ ઇઝ બેસ્ટ  થિંક જેમ આપણે કરાવતા હોય છે. તો સ્ક્રીનીંગ કરાવુ જોઇએ લેડીઝમાં પ૦ વર્ષની ઉમર પછી તો ખાસને પુરૂષોએ પણ કરાવું જોઇએ ને પછી ગ્રેડ નકિક કરવા જોઇએ કે કયાં ગ્રેડમાં છે તેમ જોવું જોઇએ.

તો યાદ રાખજો દર્શક મિત્રો કે કોસ્ટો પોરોસીસના કોઇ જ લક્ષણ નથી તો કઇ રીતે ડિટેકટ કરશુ કે પ૦ વર્ષની ઉમર થાય સ્ત્રીઓ ખાસ સ્ક્રીનીંગમાં જવુ અને એનું નિદાન કરાવુ પુરૂષે પણ કરી શકાય છે.

પ્રશ્ન:- વારસાગત આ રોગ કોઇનામાં આવી શકે?

જવાબ:- ડેરિડિટિ  વારસાગતમાં ઘણા રોગો હોય છે. એટલે આનુવસીકતા એક વ્યકિતમાંથી બીજા વ્યકિતમાં આ રોગ આવે તો ઓસ્ટોપોરોસીસ તે વારસાગત રોગ સાથે ડાઇટેકટ કનેકટેડ નથી પણ ઓસ્ટીઓપોરોસીસ જે ક્ધડીશન સાથે સલગ્ન હોય જેમ કે ડાયાબીટીસ છે આ બધી ક્ધડીશનમાં આનુવાંશીકતા જોવા મળે છે. તેને લઇને ઓસ્ટીઓપોરોસીસને પણ તેની સાથે સલગ્ન કરી શકાય છે.

પ્રશ્ન:- આજકાલ લાઇફ સ્ટાઇલ બદલતી જાય છે તો લાઇફ સ્ટાઇલના લીધે આ રોગ થઇ શકે.

જવાબ:-આજકાલ ઓફિશિયલ લાઇ સ્ટાઇલને લીધે આજકાલ સ્નાયુઓને કસરતની પ્રણાલી હતી તે આથી ચેન્જ થઇ ગયા છે. ને જીંદગી પર યાદ રાખો તેવું વાકય  હું બોલું છું કસરત શારિરીક વ્યાયામ એ આપણા હાડકા માટેનો ખોરાક છે, જેટલો ખોરાક મળશે એટલો હાડકા માટે સારૂ એટલે ઓસ્ટીઓપોરોસીસનહી થઇ શકે તો લાઇફ સ્ટાઇલમાં ચેન્જ કરજો, મોટર સાયકલ કે ફોરવીલ ચલાવતા હોય તો સાઇકલીંગ પર જજો, શારીરિક શ્રમ વધારવો ને ઓક્રિરિયલી એકટીવિટી ઘટાડવીને ઓફીસ ટાઇમ માં જયારે વચ્ચે ટાઇમ મળે ત્યારે તમારે મસલ્સ સ્ટ્રેચીંગ કરવી કસરત વગેરે કરવી.

પ્રશ્ન:- રોગ ઓળખા પછી શુઘ્ધિમેન્ટ છે અને કેવી રીતે કરાવી જોઇએ

જવાબ:- મેડીકલ સાયન્સ એવી જગ્યા છે જેમાં ભયંકરમાં ભયકર રોગ હોય તો એકસ્પર્ટ પાસે હંમેશા તેનું સોલ્યુશન રહેવાનું છે. જેમ જેમ આ રોગ સામે આવ્યો તેમ તેમ તેની સારવાર સરળ બની છે અને રિલાયેબલ પણ બની છે તેનાથી ઓસ્ટો પોરોસીસનું નિદાન કરવામાં આવે છે.

પ્રશ્ર્ન:- આ રોગથી બચવું હોય તો કયા કયા પગલા લેવા જોઇએ?

જવાબ:- તેને આપણે  ત્રણ તબકકામાં વેચવા માંગીશ તો સૌથી પેલા આપણે લાઇફ સ્ટાઇલ વ્યાયામથી ભરપુર હોવી જોઇએ જયા તમે સ્કુટર કાઢો ત્યાં સાયકલનો ઉપયોગ કરવો જોઇએ, લીફટ લેવાના બદલે પગથીયાનો ઉપયોગ કરીએ તો આ પેલું પગથીયું છે.

બીજા નંબરે પર કહીશ કે આપણે બેલેન્સડ ડાયટ સમતોલ આહાર લેવો જોઇએ. તે ગુજરાતીમાં ખાસ, ભારતીય સંસ્કૃતિમાં ખાસ ભરપુર માત્રામાં શાકાહારી ભોજનને તેમા મળતા બધા તત્વો હાજર છે. તો તેને નિયમીત પણે લેવામાં આવે તો ઓસ્ટીઓપોરોસીસને અટકાવી શકીએ છીએ.

ત્રીજુ વસ્તુ એ છે કે સપ્લીમેન્ટસ અમુક ઉમર પછી આપણા શરીરમાં પાચન ક્રિયા નબળી પડતી હોય છે. ને જે વસ્તુ આપણા હાડકાને મળવી જોઇએ તે અમુક ઉમર પછી કદાચ મળવી મુશ્કેલ છે. તો તેને ટેબ્લેટના રૂપમાં કે ઇન્જેકશનના રૂપમાં લઇ શકીએ તો વિટામીનની દવા લઇ શકાય ને એવી દવા પણ આવશે જે હાડકાનું ઘોવાણ પણ અટકાવતી દવા પણ આવશે. તો આ બન્ને વસ્તુ કરશું તો આપણા હાડકાનો સ્ટાક છે તે સ્ટ્રોગ કરી શકીશું ને હાડકાનું ઘોવાણ થતું અટકાવી શકશું.

પ્રશ્ન:- ઓસ્ટીઓપોરોસીસ થયા પછી દર્દીએ કેવી કાળજી રાખવી જોઇએ જે દર્દી નબળા પડી જાય તો શું કરવું?

જવાબ:- તો હું દર્શક મિત્રોને એક જવાબદારી આપવા માંગુ છું કે આપણા પરિવારમાં ૬૦ વર્ષથી ઉ૫રના છે તે હવે નિવૃત થઇ ગયા છે એ માત્ર ને માત્ર શારિરીક રીતે નબળા નથી પડયા એ માનસીક રીતે પણ નબળા પડયા છે. તેમને મોરનલી પણ સ્પોર્ટની જરૂર પડશે તો માનસીક રીતે ઇમોશનલી રીતે તે શારીરિક સ્પોર્ટ પણ કરવો જરૂરી છે. તો ફેમીલીમાં હળવુ વાતાવરણ ઉભુ કરવું દરેક વસ્તુ માણસને જ નહીં પણ તેની અંદર રહેલ ઉર્જાને પણ આપવી જરુરી છે ને આ તમામ વસ્તુ ઓસ્ટીઓપોરોસીસ જેવા રોગને નાથવા જરૂરી છે.

પરિવારમાં બુઝુગ વ્યકિત છે માતા-પિતા, દાદા-દાદીની તકેદારી રાખવી જવાબદારી સ્વીકારવી જોઇએ જેમ આપણને આપણા માતા-પિતાએ મોટા કર્યા છે તો આજે તેમને આપણે જરૂરીયાત છે તો તેમને હક આપી ને આ પરિસ્થિતિમાંથી ઓછી તકલીફમાથીં બાર કાઢી શકીએ.

પ્રશ્ન:- એક બિમારી બીજી અન્ય બિમારીને નોતરે છે ત્યારે ઓસ્ટીઓપોરોસીસ બીજી અન્ય બિમારીને નોતરે છે?

જવાબ:- આ પ્રશ્ર્નનો જવાબ બે ભાગમાં વહેચું છું. અન્ય બિમારી ઓસ્ટીઓપોરોસીસને નોતરે છે. જેમ કે ડાયાબીટીસ, અને અન્ય ઘણી બધી વસ્તુઓ છે. તો આ બધી કેડિશન ઓસ્ટીઓપોરોસીસને નોતરે છે. ઓસ્ટીઓપોરોસીસ જયારે થાય છે બીજી ઘણી બધી કેડીશનને નોતરે છે. હાડકાનું પોલાણ જયારે વધી જાય ત્યારે તે વધુ બ્રીટલ બની જાય છે. ઉદાહરણ તરીકે કોઇ યુવાન જયારે પડી જાય અને ચાલવા મોડે  પણ એજ જગ્યાએ સિતેર વર્ષના વડીલ વૃઘ્ધ જાય છે. અને પડી જાય છે તો આપણે સાંભળીએ છીએ કે હાડકાનો ગોળો ભાંગી ગયો છે. હાથમાં ફ્રેકચર થઇ ગયું છે બન્ને માટે સેન ફોર્સ લાગુ પડેલો હતો છતાં એકમાં ફેકચર થાય છે અને અન્યમાં નથી થતું ઘણી કંડીકનને લીધે ઓસ્ટીઓપોરોસીસ થાય છે અને ઓસ્ટીઓપોરોસીસને લીધે ફ્રેકચર થઇ જવા કે આર્થસઇટીસ વધી જવા જેવી ઘણી બધી ડિસેબીલીટીઝ આવતી હોય છે.

પ્રશ્ન:- આ રોગની સારવાર કેટલી ખર્ચાળ છે?

જવાબ:- આ રોગને ખુબ જ સામાન્ય ખર્ચથી સારવાર કરી શકીએ છીએ. કોઇ ખર્ચ વગર થતી સારવાર એટલે કે શારીરિક વ્યાયામ કરવો જોઇએ. ઘરમાં વડીોએ કસરત કરવી જોઇએ ત્યારે પછી સમતોલ આહાર લ્યો અને ત્રીજી વસ્તુ વિટામીનસ, કેલ્સીયમ સવલીમેન્ટસ અને એન્ટી બોન રીઓયટીવ મેડીસીન્સ જે આવે છે તે ખર્ચ વિના લઇ શકીએ છીએ. જેમ બ્લડ પ્રેશરની દવાઓ લાઇફ ટાઇમ લઇએ છીએ તેમ આની દવા પણ લઇ શકીએ છીએ અને સામાન્ય જીવન જીવી શકીએ છીએ.

પ્રશ્ન:- અંતિમ સંદેશ તમે શું આપવા માંગશો  જેનાથી લોકો આ રોગને ગંભીરતાથી લ્યે

જવાબ:- આ રોગ ઉમરનો રોગ છે. તેને ત્રણ ભાગમાં વહેચીને અટકાવી શકીએ અથવા તો પાછળ ધકેલી શકીએ પહેલું શારીરિક શ્રમ કયારેય બંધ ન કરવો જોઇએ, આજે આપણે ઘરમાં વૃઘ્ધ માણસ જોઇએ છીએ તેમની અશકિત તેમના ફિઝીકલ માસ ઘટવાને લીધે છે. તો તેમના તરફ આપણે ઉદાસીનતા ન દાખવીએ તેમની ટ્રીટમેન્ટ થાય તે આપણી જવાબદારી છે. ભવિષ્યમાં આપણે પણ એ એજ વયમાં જવાના છીએ ત્યારે આપણે જો વ્યવસ્થિત રહ્યા હશું તો આપણી આવતી પેઢી છે તે વ્યવસ્થિત રીતે રહેશે. તો ઘણી બધી વસ્તુઓને સંલગ્ન કરવાની જરુર છે તમે આ જાળવશો તો તમારુ ઘર રોગોથી મુકત રહેશે. રોગોથી મુકત રહેશે તો સ્વસ્થ સમાજનું નિર્માણ થશે તે સ્વસ્થ સમાજ સ્વસ્થ શહેર અને સ્વસ્થ દેશનું નિર્માણ કરે છે જેથી દેશનું સોશિયો ઇકોનોમિક બર્ડન ઘટી જશે !