માટલાનું પાણી પીવું કેટલું સુરક્ષિત?

પારંપારિક રૂપી માટલાનું પાણી ગળા માટે સારું રહે છે તા ફ્રિજની ઠંડા પાણીની સરખામણીમાં માટલાનું પાણી પીવું ઘણું સારું રહે છે. તમે જોયું હશે કે તમારા ઘરમાંથી ઘણા સભ્યો ફક્ત માટલાનું પાણી પીવાની સલાહ આપે છે કારણ કે બીમાર પડે નહીં.

જો તમને સામાન્ય રીતે શરદી, ખાંસી અને ગળાની સમસ્યા રહેતી હોય તો એવું મહેસૂસ ાય છે કે માટલાનું પાણી પીવું તમારા માટે સારું રહે છે.

આ વાત ખૂબ જ જરૂરી છે કે સ્ટોર કરેલું પાણીને પહેલા ઉકાળીને ગળવું જોઇએ. આ પાણીને પ્રાકૃતિક રૂપી ઠંડું થવા દો. જ્યારે આ પાણી રૂમના તાપમમન પર પહોંચી જાય તો પછી એ પાણીને માટલામાં એકત્રિત કરીને રાખો.

૧. તમારા માટલા અવા જગને કીટાણુ રહિત રાખો. માટીના ઘડામાં મેલ જલ્દી એકત્રિત થઇ જાય છે. સારું રહેશએ કે દરેક વખતે ઉપયોગ કરતાં પહેલા તમે માટલાને પહેલા ઘસીને સાફ કરો, પછી સૂકાવા દો અને ત્યારબાદ તેમાં પાણી ભરો.

૨. કેટલાક લોકો જગમાં પાણી એકત્રિત કરે છે. જગ એક માટીનું જ વાસણ હોય છે જેની ગરદન સાંકળી હોય છે. લોકોને પહોળા માટલાની સરખામણીમાં પાણી એકત્રિત કરવા માટે આ વધારે સારી લાગે છે.

૩. માર્કેટમાં ગણા પ્રકારના માટીના માટલા ઉપલબ્ધ છે. જગ નાનો હોય છે જેને સંભાલું સરળ હોય છે જ્યારે માટલા અને ઘડાને ઉઠાવવું મુશ્કેલ બને છે.

૪. કેટલાક લોકો એવા જગ રાખે છે જેમાં નાનો નળ લગાવેલો હોય કારણ કે તેનો ઉપયોગ કરવો ઘણો સરળ હોય છે.

૫. જો તમે માટલાનો ઉપયોગ કરો છો તો ધૂળ, કીડો તા અન્ય પ્રદૂષણોથી પાણીને બચાવવા માટે હંમેશા ઢાંકીને રાખો.

૬. માટલાને મજબૂત ટેબલ પર બારી પાસે રાખો. હવાી પાણી ઠંડું થાય છે. ગરમીના મહિનામાં માટલાની ચારે બાજુ ભીનું કપડું લગાવીને રાખો કારણ કે પાણી ઠંડું થઇ શકે.

૭. માટલામાંથી પાણી નિકાળવા માટે ચોખ્ખા અને લાંબા કડછાનો ઉપયોગ કરો. ગ્લાસ ડૂબાડવાી હાથ લાગવાથી પાણી ગંદું થાય છે. ધ્યાનમાં રાખો માટલામાં કોઇ તિરાડ પડે નહીં અને માટલામાંથી પાણી લીક થઇ રહ્યું હોય તો તરત બદલી નાંખો.

Loading...