Abtak Media Google News

એક સંશોધન મુજબ મીઠાનો દૈનિક ઉપયોગ પ ગ્રામથી વધારે ન હોવો જોઇએ: તાજા ફળ અને સલાડમાં મીઠાનો ઉપયોગ ટાળો

હાઇબ્લડ પ્રેસરની બિમારીથી પીડાતા લોકો એ તથ્યને સારી રીતે જાણે છે કે તેમના માટે મીઠાનું સેવન કેટલું ખતરનાક પરિણામ લાવી શકે છે. શરીરમાં વધારે માત્રામાં સોડીયમનું પ્રમાણ બિમારીને આમંત્રણ આપે છે. જો કે હવે સામાન્ય સ્વાસ્થ્ય ધરાવતા લોકોએ પણ મીઠાનું સેવન ઓછું કરવું જોઇએ. એક રિસર્ચ પ્રમાણે મીઠાનું સેવન સ્વાસ્થ્યને નુકશાન ત્યાં સુધી નથી પહોચાડતું જયાં સુધી તેની માત્રા કે પ્રમાણ યોગ્ય ન હોય જયારે માત્રા કરતા વધારે પ્રમાણમાં મીઠાનું સેવન થાય છે ત્યારે તે વધારે જોખમી બની રહે છે. એક દિવસમાં મીઠાનો ઉપયોગ ૧૦.૯૮ ગ્રામ થાય છે. જે વિશ્ર્વ સંગઠન દ્વારા મીઠાની એક દિવસીય માત્રા કરતા વધારે છે.

આ અંગે વધુ જણાવતા ન્યુટ્રિશીયન ડો. રૂપાલી દત્તા કહે છે કે એક દિવસમાં અડધી ટી સ્પૂનથી વધારે મીઠુ ખાવું જોખમી છે. કેમ કે દરેક ભોજનમાં સોડીયમ હોય જ છે. અડધી ચમકી મીઠુ આપણા ભારતીય ભોજનમાં હોય જ છે. અહીંના લોકો વધારે પડતો મસાલેદાર આહાર લે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આપણે જે રીતે ડાયાબીટીસ માટે સજાગ છીએ અને ભોજનમાં ખાંડનો વપરાશ ઓછો કરીએ છીએ તેવી જ રીતે હવે ભોજનમાં મીઠા (નમક) નો વપરાશ પણ ઓછો કરવો હિતાવક છે.

એક સંધોશન મુજબ પેકેટમાં આવતા ભોજનના મસાલામાં પહેલેથી જ ખારાસ હોય છે. જેના લીધે પેકેટનો સામાન બગડતો નથી. અને આપણે તે પેકેટનો જયારે જમવામાં ખોરાક કે રસોઇમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ આપણા ભારતીય મસાલાઓ ભેગું મીઠું પણ એડ કરી દઇએ છીએ જેના કારણે આ ભોજન વધુ ખારાશ વાળુ થઇ જાય છે. જેની આપણને ટેવ પડી ગઇ છે. જો કે ખારાશ તમારા સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે.

ભારતમાં મીઠાનું વધારે પડતું સેવન ઉપણકટિબઘ્ધનું હવામાન છે જેમાં લોકો પરસેવા મારફતે શરીરમાંથી ઘણું મીઠું બહાર નીકળી જાય છે. મીઠાનું સેવન ઓછું કરવા અને નમકીન ભોજનના સ્વાદને વધુ વિકસીત કરવા માટેની કેટલીક ટિપ્સ આપતા ડો. રૂપાલી દત્તા કહે છે કે, તમે તમારા રોજના ભોજનમાં મીઠાનો વપરાશ ઓછો કરી શકો છો. જેટલું સંભવ થાય તેટલો મીઠાનો ઉપયોગ ઓછો કરો. જેના પરિવારમાં કોઇને હાઇ બ્લડપ્રેસર હોય કે પછી ડાયાલીટીસ જેવી બિમારીઓ હોય તેમણે ઓછું મીઠું ખાવું જોઇએ.

ઓછું મીઠું ખાવાની આદત બાળપણથી જ પાડવી જોઇએ. કોઇપણ પ્રકારના પેકેટ ફુડ બાળકોને ખવરાવાથી બચો કેમ કે આ પેકેટ ફુડમાં વધારે માત્રામાં સોડીયમ અને ખાંડનો ઉપયોગય થયેલો હોય છે જે બાળકોના સ્વાસ્થ્યને નુકશાન કરે છે. બાળકોને માત્ર પ્રાકૃતિક ફુડ જ ખવરાવો પેક કરેલા ખાદ્ય પદાર્થ ખરીદતા પહેલા તેમાં આપેલા લેબલને વાંચો અને તેમા દશાવેલી સામગ્રીમાં મીઠું અને સોડીયમની તપાસ કરો. ડો. રૂપાલી કહે છે કે આપણે ભોજનમાં લેવાતા સલાડ અને ફળમાં મીઠું ભેળવવાનું ટાળો  કેમ કે આપણા ભોજનમાં ૮૦ થી ૯૦ ટકા તાજા ફળ અને શાકભાજી હોવા જોઇએ.

જો કે મીઠા સાથેનો ભારતનો દીર્ધકલિન ઇતિહાસ જોડાયેલો છે. સોડીયમ કે મીઠાનો અતિરેક કોઇપણ ઉમરના લોકોને હાઇ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.