Abtak Media Google News

તમારા જીવનમાં વાસ્તુજયોતિષને લગતા કોઈપણ પ્રશ્ર્નો કે મુંઝવતી સમસ્યાઓનાં સમાધાન માટે વોટ્સએપ નંબર 63552 17921 ઉપર તમારૂ નામ, જન્મતારીખ, જન્મસ્થળ સહિતની વિગતો મોકલી પ્રશ્ર્નોના સમાધાન મેળવી શકશો.

પ્રવર્તમાન સમયમાં સ્વાસ્થ્યને લઈને લોકોને ઘણા પ્રશ્નો થતા હોય છે. મનુષ્યના જીવનમાં ઘણીવાર સ્વાસ્થ્યને લગતી અણધારી ઘટનાઓ બનતી હોય છે. વસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર સ્વાસ્થ્યને ક્યાંક ને ક્યાંક અસર કરે છે. અચાનક મોટી બીમારી કે સ્વાસ્થ્યને લગતા બનાવો બનવાનું ખરેખર શું કારણ હોય છે? ગ્રહોની ઉથલ પથલ અને વાસ્તુ ડિસ્ટબન્સને કારણે ન કલ્પેલી મોટી બીમારીઓ કે અકસ્માત નડતા હોય છે. તો આવો જાણીએ હુન્નર વાસ્તુ ( ફાઉન્ડર) મેહુલ  સોલંકી પાસેથી કે સારા સ્વાસ્થ્ય માટે વાસ્તુશાસ્ત્ર કેટલું અસર કરે છે અને કેવા ઉપાયો કરવાથી અણધારી સમસ્યાઓથી બચી શકાય.

વાસ્તુમાં ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશાનું ડિસ્ટર્બન્સ હેલ્થ ઈશ્યુ માટે જવાબદાર

વાસ્તુ મુજબ જ્યારે કોઈ વ્યક્તિના ઘરની અંદર ઉત્તર – ઉત્તર – પૂર્વની દિશા જ્યારે ડિસ્ટર્બ હોય કે જ્યાં આપણાં  ઘરની અંદર નેગેટિવ કે એન્ટી એક્ટિવિટી કાર્ય પદ્ધતિ થયેલી છે. જે વાસ્તુ પ્રમાણે યોગ્ય નથી. જેમકે સ્ટોર રૂમ હોવો ,  વોશરૂમ હોવું અથવા રેડ કે યલ્લો કલર એવી એક્ટિવિટી થયેલી હોય જેના કારણે નાના નાના સ્વાસ્થ્યના પ્રશ્નો ઊભા થતા હોય છે.

માંદગીમાંથી ઉગરવા દવા અને ડોકટરની સલાહ સાથે વાસ્તુના ઉપાયો કારગર

વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર સારા સ્વાસ્થ્ય માટે કેટલું જવાબદાર ? આ વિશે વિસ્તૃત માહિતી આપતા મેહુલ સોલંકીએ જણાવ્યું હતું કે ચોક્કસ સારા સ્વસ્થય માટે વાસ્તુ અને જયોતિષ બન્ને અસરકારક છે. પરંતુ એની અર્થ એવો નથી કે દવા લેવાની જ નથી. સારા સ્વાસ્થ્ય માટે આપણે વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રનો લાભ લઈ શકીએ છીએ. કોઈપણ બીમારીમાં વહેલી રિકવરી મેળવવા અને વ્યકિત જલ્દી સાજો થઈ જાય તેના માટે વાસ્તુના ઉપાયો કારગર નીવડે છે વાસ્તુ  ના ઉપાયો કરવાથી દવાની વહેલી અસર થાય છે. દવા અને ડોકટરની સલાહ સાથે વાસ્તુને અપનાવવાનું હોય છે.

રોગના યોગ માટે જન્મ કુંડળીનું છઠું,આઠમું અને બારમું સ્થાન જવાબદાર

કોઈપણ વ્યક્તિ બીમાર ક્યારે પડે? આ પ્રશ્નનો વિસ્તૃત જવાબ આપતા મેહુલભાઈએ જણાવ્યું હતું કે જ્યોતિષની ભાષામાં જન્મ કુંડળીમાં જ્યારે છઠું  સ્થાન ડિસ્ટર્બ હોય ત્યારે રોગનો યોગ આવી શકે છે. ઉપરાંત છઠા સ્થાન સાથે આઠમું અને બારમું સ્થાન જોડાયેલું હોય તો માર વાગવાથી પડવાથી કે ભગવાથી હોસ્પિટલાઈઝ થવું પડે છે.

ઘરમાં ચન્દ્રની દિશા ઉત્તર-પશ્ચિમની ઉથલ પાથલ રોગો માટે જવાબદાર

જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે બીમારીની શરૂઆત તેના મનથી થાય છે. વ્યક્તિનુ મન માનસિક રીતે બીમારીને સ્વીકારે છે. એટલે રોગની શરૂઆત મનથી થાય છે.અને મનથી રોગ શરીરમાં પ્રવેશે છે.મન એટલે ચન્દ્રનું સ્થાન અને ચન્દ્રની દિશા નોર્થ વેસ્ટ ડિસ્ટર્બ થવાથી વ્યક્તિ બીમાર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.