Abtak Media Google News

તાજેતરમાં વિદેશ મંત્રાલયે જાહેર કર્યું હતું કે હવેથી પાસપોર્ટ કેસરી રંગનો રેહશે, પરંતુ 17 દિવસ બાદ આ નિર્ણય પરત ખેચવામાં આવ્યો હતો . ભારતીય પાસપોર્ટ ગ્લોબલ ઈન્ડેક્સમાં 72 મો ક્રમ ધરાવે છે કોઈ પ દેશના પાસપોર્ટની રંકિંગ આ મુજબ કરવામાં આવે છે, જેનાથી નક્કી કરવામાં આવે છે કે વ્યક્તિ કેટલાક દેશોમાં વિજા વગર જઈ શકે છે, સંસ્થા વર્લ્ડ એટલાસ મુજબ  વર્તમાન સમયમાં તુર્કિશ પાસપોર્ટ અત્યારે સૌથી મોંઘો છે .

તેની કિમત ભારતમાં પાસપોર્ટ બનવાના ખર્ચથી 10 ગણી વધુ છે કારણકે ભારતમાં પાસપોર્ટ બનાવવા માટે અંદાજે 1500 થી 2 હજારનો ખર્ચ થતો હોય છે ત્યારે તુર્કીમાં પાસપોર્ટ બનાવવા માટે 14 હજારનો ખર્ચો થઈ જાય છે, ભારતના પાસપોર્ટની વાત કરવામાં આવે તો આપના પાસપોર્ટથી તમે 55 દેશોમાં વિજા વગર ફરી શકો, કારણકે 25 દ્દેશોમાં વિજાની કોઈ જરૂર પડતી નથી ત્યારે 30 દેશ એવા પણ છે જે વિજા વગર પ્રવેશની પરવાનગી આપે છે, દરેક દેશોના પાસપોર્ટનું મહત્વ નક્કી કરવામાં આવતું હોય છે જેમાં ભારતીય પાસપોર્ટ 72 માં ક્રમે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.