Abtak Media Google News

હળદરનો ઉપયોગ રસોઈ ઘરની સાથે સાથે કેટલાક ધાર્મિક કાર્યોમાં પણ કરવામાં આવે છે તેની સાથે હળદરનો ઉપયોગ વાગ્યા પર રૂઝ માટે કરવામાં આવે છે સ્વાસ્થ્ય માટે પણ લોકો હળદર વાળું દૂધ પીવે છે. હાલમાં ચાલી રહેલી શિયાળાની ઋતુમાં અનેક તાજાં શિયાળુ શાકભાજી, કચુંબરનો મબલખ પાક ઉગે છે. જેમ કે ટામેટાં,ગાજર, લીલી હળદર વગેરે. દરેક રસોડાનાં મસાલીયામાં હળદરનો પાવડર હોય છે જ. રોજબરોજની વાનગીઓમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે

હળદરમાં સક્રિય ઘટક ક્યુરક્યુમીન હોય છે આપણે હળદરનો ઉપયોગ કરતાં જ હોય છીએ પરંતુ કોઈ દિવસ તેની માત્રાની તપાસ કરતાં નથી .હળદરની અંદર 200 મિલીગ્રામ ક્યુરક્યુમીન હોય છે

એક દિવસમાં હળદરની કેટલી માત્રા લઈ શકી ? આ પ્રશ્ન તમને થયો હશે ..તો જણાવી દઈએ કે તમે એક દિવસમાં 500 મિલીગ્રામ જેટલી હળદર વપરાશમાં લઈ શકો છો ક્યુરક્યુમીન શક્તિશાળી છે પરંતુ તેની વધુ પડતી માત્રા આંતરડાને નુકશાન પોહચડે છે.

હળદરમાં રહેલ, હળદરને રંગ બક્ષતું તત્વ ‘ક્યુરક્યુમીન’ શરીરના વિવિધ જૈવરાસાયણિક ક્રિયાઓ માટે જવાબદાર જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.