Abtak Media Google News

દાયકાઓથી આપણે ત્યાં એક પ્રથા ચાલી આવે છે. બાળક જન્મે એટલે બીજા ત્રીજા દિવસી જ તેને માલિશ કરવાની પ્રથા છે. માલિશ માટે આપણે સ્પેશિયલ માણસો પણ રાખીએ છીએ. બાળકને જેટલી વધુ માલિશ કરીએ તેટલું તે મજબૂત બને છે તેવું  આપણા વડીલો કહેતા આવ્યા છે અને આપણે માનતા આવ્યા છીએ, પરંતુ તમને જાણીને થોડું અચરજ શે કે, આ માલિશ જરાય જરૂરી ની. અરે, પિડિયાટ્રિશિયન તો આવી માલિશ કરવાનો વિરોધ કરે છે. જો બાળકની માતા તેને માલિશ કરે તો તેને માનસિક અને ભાવનાત્મક ફાયદો થાય છે.

આપણે માનીએ છીએ કે

વડીલો કહે છે કે, માલિશ કરવાથી  બાળકના સ્નાયુઓ મજબૂત થાય, નવજાત બાળકના પગ વાંકા હોય એ માલિશી સીધા થાય, તેનાં હાડકાં મજબૂત બને, સ્કિન સારી થાય, જન્મ વખતે જો તેના શરીર પર રૂવાંટી વધારે હોય તો માલિશ વડે એ ઘસાતી જાય અને પાંખી તી જાય, સ્નાયુઓનો વિકાસ સારો થાય.

વિજ્ઞાન માને છે કે

માલિશી હાડકાં મજબૂત થતાં નથી  કે રૂવાંટી દૂર થતી નથી. એનાથી બાળકની સ્કિનમાં કોઈ ખાસ ફેર પડતો નથી. જો માલિશ માટે કોઈ ગરમ તેલ જેમ કે લાલ તેલ કે ઑલિવ ઑઇલ કે ઓસડિયાંવાળું તેલ વાપરવામાં આવે તો બાળકની કુમળી સ્કિનને ખૂબ નુકસાન થાય છે. બજારમાં જે બેબી ઑઇલ મળે છે એ પણ દરેક બાળકને માફક આવતાં હોતાં નથી. આ ઉપરાંત બાળકનો વિકાસ ખોરાક પર હોય છે, માલિશ પર નહીં.

ડોકટર માને છે કે

બાળકની માતા દ્વારા જો તેને માલિશનો લાભ મળે તો બંને વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ બને છે. બાકી માલિશ કરવાથી મસલ્સ મજબૂત થાય છે કે સ્કિન સ્મૂધ થાય છે એવું કંઈ જ હોતું નથી. બાળકોની સ્કિન તો સોફ્ટ હોય જ છે.

હા, માલિશની સાઈડ ઈફેક્ટ ભલે ન હોય, પરંતુ તેની કોઈ ઈફેક્ટ પણ હજુ સુધી સાબિત ઈ ની.

લોકો જેટલા માને છે તેટલા ફાયદા તા ની. બાળક એની જાતે જ ધીમે ધીમે બધું શીખવાનું છે. આપણે બાળકને માલિશ કરીને ઝડપી મજબૂત બનાવવાનું વિચારીએ તો તે શક્ય હોતું ની. બાળક પહેલેી ફલેક્સિબલ હોય જ છે. વળી, બાળકને રૂવાંટી દૂર કરવા ચણાનો લોટ ઘસીને નવડાવવામાં આવે છે, તે પણ બાળક પર જુલમ જ છે.

માલિશી તો ફાયદો

માલિશ વ્યવસ્તિ રીતે કરવામાં આવે તો તેનાી અચૂક ફાયદો થાય છે. તે રિલેક્સ થાય છે.

તેના મસલ્સ રિલેક્સ વાી તેને પડ્યા-પડ્યા જે થાક લાગતો હોય તે દૂર થાય છે અને તેી જ માલિશ કરી નાહીને બાળકને સરસ ઊંઘ આવે છે.

ટચ-ેરપી

બાળકની માલિશ જ્યારે તેની માતા કરે છે ત્યારે તે ખૂબ અસરકારક સાબિત થાય છે, કારણ કે એ ફક્ત માલિશ નહીં, ટચ-ેરપીની ગરજ સારે છે. માનો પ્રેમભર્યો સ્પર્શ બાળક માટે જરૂરી હોય છે.

તેનાસ્પર્શમાંથી બાળક પ્રેમ અને સુરક્ષા અનુભવે છે. એને કારણે મા અને બાળક વચ્ચેનું બોન્ડિંગ પણ ખૂબ સ્ટ્રોંગ બને છે. બાળક રડે તો તેનાં ફેફસાં મજબૂત થાય છે તે પણ ગેરમાન્યતા છે.

બાળક જન્મે તેના બે દિવસની અંદર જ બાળક રડે ત્યારે તેનાં ફેફસાં ખૂલી જાય છે. ત્યાર પછી બાળકને રડાવવાની કોઈ જરૂર હોતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.